અમદાવાદ: રાજ્યભરમાં યોજાનાર ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેરમાં તારીખ 13 ઓગષ્ટે ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમના અનુસંધાનમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ડીજીપી (લૉ એન્ડ ઓર્ડર) શમશેર સિંઘ, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં શહેરીજનોને રાષ્ટ્રઘ્વજ વિતરણ કાર્યક્રમ યોજાનાર છે.
અમદાવાદ વિજય ચાર રસ્તા નવરંગપુરા ખાતે કાર્યક્રમની ઉજવણી દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હર ઘર તિરંગા અભિયાનનું શરૂઆત કરશે. જણાવી દઇએ કે, આ પહેલા આપણા સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી દીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં 8મી થી 15મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. તે દરમિયાન ગુજરાત સરકાર દ્વારા પણ સમગ્ર રાજ્યમાં 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે. જેની વિગતો પત્રકાર પરિષદ યોજીને રમતગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવીએ આપી હતી.