દિકરીના જન્મના 10 દિવસ પહેલા થયા શહીદ; વાંચો મહિપાલ સિંહ વાળાની આંખ ભીની કરતી સ્ટોરી

અમદાવાદ: પાંચ ઓગસ્ટે કાશ્મીરમાં આતંકવાદીઓ સામે લડતા શહીદ થયેલા મહિપાલ સિંહના મિત્રો દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદના વિરાટનગર ચૌક પર વાળાના મિત્રોએ પોતાના વ્હાલસમા મિત્રની યાદમાં બિસ્કૂટ અને દૂધનું વિતરણ કરીને જન્મદિવસની ઉજવણી કરી હતી. મહિપાલ વાળાની સ્ટોરી ભલભલા આકરી છાતીવાળાના આંખમાં પણ આસુ લાવી દે તેવી છે.

અમદાવાદના વિરાટનગરમાં રહેતા મહિપાલ સિંહ વાળા આર્મીમાં રહીને દેશ સેવા કરી રહ્યા હતા. તેમની પોસ્ટિંગ કાશ્મીરમાં હતી. કાશ્મીર છાસવારે આતંકીઓના હુમલાઓ થતાં હોય છે. આવા જ એક હુમલામાં આતંકવાદીઓ સામે લડતા-લડતા મહિપાલ સિંહ વાળાએ શહીદી વ્હોરી હતી. દેશ પર પોતાનો જીવ ન્યોછાવર કરનારા મહિપાલ સિંહ પોતાના સંતાનની રાહ જોઇને બેસ્યા હતા, કેમ કે જ્યારે તેઓ શહીદ થયાં તેના 6 દિવસ પછી તેમના પત્નીએ એક દિકરીને જન્મ આપ્યો હતો.

મહિપાલ સિંહના શહીદીની સમાચાર મળતા જ તેમના પત્ની ઉપર દુ:ખનું પહાડ તૂટી પડ્યું હતું. આ સમાચારે અનેક સ્વપ્નાઓ ઉપ પાણી ફેરવી નાંખ્યુ હતુ. પોતાના સંતાનને જોવા તરસતા મહિપાલ સિંહની યાદમાં તેમના પરિવારના આંખમાંથી ઓછા થઇ રહ્યા નહતા.

મૂળ સરેન્દ્રનગરના રહેવાસી મહિપાલ સિંહ 25 વર્ષની ઉંમરમાં પાંચ ઓગસ્ટે કાશ્મીરમાં આતંકવાદીઓ સામે લડતા-લડતા શહીદ થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ નેતાઓ અને હજારો લોકોએ વાળાને ભીની આંગે અંતિમ વિદાય આપી હતી, વાળાની શહીદી અને પુત્રીનો જન્મ સાથે જ પરિવાર માટે ઓગસ્ટ મહિનાને લઈને અજીબ સંયોગ જોડાઇ ગયો છે. મહિપાલ સિંહ વાળાની દિકરીનું નામ વિરલ બા પાડવામાં આવ્યું છે.

જણાવી દઇએ કે, મહિપાલ સિંહ વાળા 34 રાષ્ટ્રીય રાઇફલ્સના જવાન હતા. તેઓ બાળપણથી જ સેનામાં જોડાવવાની ઇચ્છા રાખતા હતા. તેથી તેઓ પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે મહેનત કરવા લાગ્યા હતા. અંતે તેમની મહેનત રંગ લાવી હતી અને તેઓ સેનામાં જોડાઇ ગયા હતા, પરંતુ દુ:ખદ વાત તે છે કે, તેઓ નાની ઉંમરમાં જ દેશ માટે શહીદ થઇ ગયા.

 

મિત્રો મહિપાલ સિંહની શહાદતને ગર્વથી કરે છે યાદ

વાળાના 26માં જન્મ દિવસ ઉપર તેમના મિત્રોએ અમદાવાદમાં તેમના ઘર પાસે વિરાટનગર ચૌક ઉપર દૂધ અને બિસ્કૂટનું વિતરણ કર્યું હતું. દોસ્તોની આંખોમાં આસુ હતા, તેમને કહ્યું કે તેઓ પોતાના મિત્રની બહાદુરીને પોતાના દિલમાં રાખશે અને જીવનભર યાદ કરીને દર વર્ષે તેમના જન્મદિવસની ઉજવણી કરશે.

મહિપાલ સિંહના મિત્ર જયપાલ સિંહ વાળાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે, અમે બાળપણથી પાંચ-સાત મિત્રો સાથે ભણ્યા અને મોટા થયા હતા. અમે સાથે જ આર્મીની તૈયારી પણ કરતા હતા. બાળપણથી જ તેમને સેનામાં જવાનો શોખ હતો, તેઓ દોડવા અને અન્ય તૈયારી કરવામાં મહેનત કરતા હતા અને અમે પણ તેમના સાથે તૈયારી કરી હતી. ઘણી બધી વખત અમે થાકી જતાં હતા પરંતુ મહિપાલ સિંહના માથે આર્મીમાં જવાનું એવું તો જનૂન હતું કે તેઓ થાક્યા વગર પોતાના લક્ષ્ય તરફ જઇ રહ્યા હતા.

તેઓ વધુ જણાવતા કહે છે કે, અમે રાત-દિવસ એક કરી હતી. તે દેશની સેવામાં શહીદ થયો છે. અમને ગર્વ છે પરંતુ સાથે-સાથે દુખ પણ છે કે અમે અમારો એક સારો મિત્ર ગુમાવી દીધો છે. આજે તેઓ અમર થઇ ગયા છે. અમે બધા પોતાના મિત્રની યાદો સાથે જીવન જીવીશું.

તિરંગા યાત્રા દરમિયાન અમિત શાહ શહાદત વ્હોરનારા પરિવારોને મળશે

મહિપાલ સિંહ વાળાના ઘર પાસેથી તિરંગા યાત્રા નિકળવાની છે. આ તિરંગા યાત્રામાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ જોડાવવાના છે. આ તિરંગા યાત્રા દરમિયાન તેઓ મહિપાલ સિંહવાળા સહિત અમદાવાદના અન્ય દસ શહીદ આર્મી જવાનના પરિવારના સભ્યો સાથે મુલાકાત કરશે.