અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં તિરંગા યાત્રા

અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને લઇને કેન્દ્રિય અને રાજ્યના મોટા ગજાના રાજકીય નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેસ પટેલ સહિતના નેતાઓ કાર્યક્રમ સ્થળ ઉપર હાજર થઇ ગયા છે. જણાવી દઇએ કે, સ્વતંત્રતા પર્વની ઉજવણી પહેલા રાજ્યના ચાર મહાનગરોમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 13મી ઓગસ્ટના રોજ (મંગળવારે) અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વિરાટનગરથી લઈ નિકોલ ખોડિયાર મંદિર સુધી ત્રણ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાવવાની છે.

આ તિરંગા યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તિરંગા યાત્રાની શરૂઆત કરાવવામાં આવશે. આ તિરંગા યાત્રા 4.30 વાગે શરૂ કરવામાં આવશે. 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ પર દેશની સાંસ્કૃતિક ઝાંખીઓ દર્શાવતા ટેબલો સાથેની પરેડ યોજાતી હોય છે તેવી પરેડનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, આ તિરંગા યાત્રા દેશ માટે શહીદી વ્હોરનારા વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપ્યા પછી શરૂ કરવામાં આવશે.

વિરાટનગર ફુવારા સર્કલ ખાતેથી તિરંગા યાત્રાની શરૂઆત થશે. દેશના ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું વિરાટનગર ખાતે સ્વાગત કરવામાં આવશે. અમિત શાહ અને મુખ્યમંત્રી દ્વારા ફ્લેગ ઓફ કરાવી તિરંગા યાત્રાની શરૂઆત કરાવવા આવશે. ભાજપના વિવિધ નેતાઓ અને મંત્રીઓ વિરાટનગર ખાતે પહોંચી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ફુવારા સર્કલ ખાતે પહોંચ્યા છે.

]

તિરંગા યાત્રા વિરાટનગરથી કેનાલ રોડ થઈ નિકોલ ખોડિયાર મંદિર સુધી જઇ રહી છે. જેમાં પોલીસ બેન્ડની સાથે વિવિધ ફોર્સના જવાનો પણ હાજર રહેશે. 70 જેટલા બુલેટ સાથે જવાનો અને ફાયર વિભાગની એક ટીમ પણ આ યાત્રામાં જોડાઇ છે. તિરંગા યાત્રામાં 2151 ફૂટ લાંબો ધ્વજ લઈને સ્કૂલ બોર્ડના શિક્ષકો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર છે.

મ્યુનિ. સ્કૂલના બાળકો દ્વારા વિવિધ વેશભૂષા પણ કરવામાં આવી છે. પૂર્વ વિસ્તારમાં વિરાટનગરથી લઈ નિકોલ સુધી આવેલી સોસાયટીઓમાં રહેતા નાગરિકો તેમજ વિવિધ સંસ્થાના લોકો પણ તિરંગા યાત્રામાં જોડાયા છે. 10 જગ્યાએ વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી કરાવતા સ્ટેજો ઊભા કરવામાં આવ્યા છે. સમગ્ર રૂટ ઉપર આવેલી કોમર્શિયલ બિલ્ડીંગો અને સોસાયટીઓ પર તિરંગા લહેરાવવામાં આવ્યો છે.