મહેસાણા જિલ્લાના વડનગર કે જે પીએમ મોદીનું વતન પણ છે, ત્યાં ડબ્બા ટ્રેડિગનું દૂષણ ઘર કરી ગયું છે. જો કે, પોલીસ પણ હવે એક્ટિવ બનીને ડબ્બા ટ્રેડિંગ સાથે જોડાયેલા લોકોને પકડીને જેલના હવાલે કરી રહી છે. તેવામાં ફર્લો પોલીસે બાતમીના આધારે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનિય છે કે, કેટલાક ઈસમો પોલીસને ચકમો આપી ભાગી જતા હોય છે. ત્યારે આવા જ એક ભાગેલા આરોપીને મહેસાણા પેરોલ ફર્લોની ટીમે બાતમી આધારે ખેરવા ગામ પાસેથી ઝડપી પાડીને વધુ તપાસ માટે વડનગર પોલીસને સોંપ્યો છે.
મહેસાણા પેરોલ ફ્લો ટીમના માણસો પેટ્રોલીગમાં હતા એ દરમિયાન ASI નરેન્દ્રસિંહ થતા હે.કો રશમેન્દ્ર સિંહ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે વડનગર પોલીસ મથકમાં નોંધાયેલા ડબ્બા ટ્રેડિગના ગુન્હામાં નાસતો ફરતો આરોપી કડીયા મનોજભાઈ,રહે ખેરવા વાળો જગુદણ ચોકડી ખેરવા ગેટ નંબર-2ની પાસે આવેલા જય ચામુંડા ટેલિકોમ નામની દુકાન પર છે.
બાતમી મળતા જ પેરોલ ફર્લોની ટીમ સ્થળ પર પહોંચી કડીયા મનોજને ઝડપી પાડ્યો હતો. આરોપીનો ગુન્હો વેરીફાઈ કરી આરોપીની BNSS કલમ 35-(1),(જે) મુજબ અટક કરી મહેસાણા તાલુકા પોલીસમાં નોંધ કરાવી ત્યારબાદ આરોપીને વડનગર પોલીસમાં વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, મહેસાણાના વડનગર, વિસનગર, ખેરાલુ, સતલાસણા તાલુકામાં ડબ્બા ટ્રેડિંગનું ભૂત મોટા પ્રમાણમાં ધૂણી રહ્યુ છે. હવે તો આ વિસ્તારના યુવકો ડબ્બા ટ્રેડિંગનું કામ કરવા અન્ય જિલ્લાઓમાં અને અન્ય રાજ્યોમાં જઈને કરી રહ્યા છે. તેથી પોલીસ વધારે મહેનત કરે તો મોટા ગજાના ડબ્બા ટ્રેડિંગના આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી શકે છે.