સીએમ ભૂપેન્દ્ર પટેલે નડીયાદમાં લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ તો પોલીસ બેડાએ હેડક્વોટરમાં તિરંગાને આપી સલામી

આજે ભારત 15 ઓગસ્ટ, 2024 ના રોજ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. દેશભરમાં દેશભક્તિ સાથે જોડાયેલા ઘણા કાર્યક્રમોનું આયોજીત થયા હતા. તો બીજી તરફ નવી દિલ્હીના લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રને સંબોધન કર્યુ હતુ.

તો ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડિયાદમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો છે. નોંધનીય છે કે, સીએમ ભુપેન્દ્ર પટેલે 18 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કરશે. રાજ્યપાલની ઉપસ્થિતિમાં વિકાસકામોનાં ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે આ પ્રસંગે ખેડા સાંસદ જિલ્લાના ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

તે ઉપરાંત અમદાવાદ પોલીસ હેડક્વોટરમાં પણ પોલીસ બેડાના મોટા અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહીને ધ્વંજ વંદન કર્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રીએ બુધવારે 14 ઓગસ્ટ 2024, સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આયોજીત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા બપોરે નડીયાદ પહોચ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થાને જઈને સરદાર સાહેબને આદરાંજલી અર્પણ કરી હતી.

તે પછી નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરની મુલાકાત લઈ સંતરામ મહારાજની સમાધિ સ્થાનકના દર્શન કર્યા હતા. અખંડ જ્યોત સમક્ષ મંગલ કામના કરી હતી. હિન્દુ અનાથ આશ્રમની મુલાકાત પણ લઈ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સાથે પણ મુલાકાત કરી હતી.