પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર જગાણા નજીક આવેલી ઇસેદુ એગ્રોકેમ કંપનીની મીલમાં સપ્તાહ અગાઉ તેલની વરાળથી દાઝેલા વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે. પાલનપુર રહેવાસી આકિબ કુરેશીનું મંગળવારે સારવાર દરમિયાન દુ:ખદ મોત થતાં મૃત્યુઆ઼ક બે પર પહોંચી ગયો છે.
આકીબના પરિવારજનોએ જણાવ્યું હતુ કે, તે તમનો એકનો એક દીકરો હતો. હજુ 45 દિવસ અગાઉ જ નોકરીએ લાગ્યો હતો. આકિબના મોતથી પરિવાજનો ઉપર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. આકિબના પરિવારે જણાવ્યું કે, 15મી ઓગષ્ટે જન્મ દિવસ હતો. આમ પોતાના જન્મ દિવસના એક દિવસ પહેલા જ આકિબનું મોત થઇ ગયું હતું.
જણાવી દઇએ કે, ઓઈલ રિફાઈનરી કપંની ઇસેદુ એગ્રોકેમમાં આકિબ પહેલા નંદુ વિજયકુમાર કુશવાહનું મોત થયું હતુ. તેઓ પણ તેલની વરાળથી દાઝી ગયા હોવાના કારણે મૃત્યુ પામ્યાનો અહેવાલ સામે આવી રહ્યો છે. આ બંને મોત પાછળ જવાબદાર કોણ? આ અંગેના વધુ રિપોર્ટ આગામી સમયમાં રજૂ કરવામાં આવશે.