અમદાવાદ: આજે ગુજરાતભરની સરકારી હોસ્પિટલો સહિત ખાનગી હોસ્પિટલોએ કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં સમર્થન આપ્યું છે. હોસ્પિટલોમાં ઇમર્જન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી છે. આથી દર્દીઓએ આજે પણ હાલાકીનો સામાનો કરવો પડશે. જ્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્યો ઇન્કમટેક્સ સુધી રેલી કાઢવામાં આવી છે.
આ માટે અમદાવાદ મેડિકલ એસોસિએશન ખાતે ડોક્ટરો એકત્ર થયા છે. 200થી વધુ ફિઝિયોથેરાપીના ડોક્ટરો હાથમાં બેનર સાથે રોડ પર જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં મહિલાઓ પર રેલીમાં જોડાયા છે. અંદાજિત 1000 જેટલા ડોક્ટરો દ્વારા રેલી યોજવામાં આવી છે. આર્યુવેદ ડોક્ટરો પણ IMAની હડતાલને સમર્થન કર્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની બાજુમાં એસોસિયેશનની ઓફિસ ખાતે તેઓ ભેગા મળી વિરોધ નોંધાવ્યો છે.
ગુજરાતભરની સરકારી હોસ્પિટલો સહિત ખાનગી હોસ્પિટલોએ કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં સમર્થન આપ્યું pic.twitter.com/nRhplM2rYk
— Gujarat times 24 (@tunvarM) August 17, 2024
ગુજરાતના ડોક્ટરોએ આંદોલન કરવાની સાથે-સાથે ઇમરજન્સી લેવલના દર્દીઓનો પણ ખ્યાલ રાખ્યો છે. કેમ કે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલના 1500 ડોક્ટરમાંથી 700 જેટલા રેસિડન્ટ ડોક્ટર ધરણા ઉપર છે, તો અન્ય ઇમરજન્સી સેવામાં હાજર છે. આમ ઇમરજન્સી સેવા આપતા ડોક્ટરોની શિફ્ટ ખત્મ થતાં તેઓ ધરણા ઉપર આવશે તો પહેલાથી ધરણા કરતાં ડોક્ટર સેવા આપવા જશે.
અમદાવાદમાં ડોક્ટરો મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતર્યા; આરોપીઓને મોતની સજા આપવા માગ #justiceformoumitadebnath pic.twitter.com/AL7xBM3ps4
— Gujarat times 24 (@tunvarM) August 17, 2024
આમ ડોક્ટરો દ્વારા આરામ કરવાની જગ્યાએ એક તરફ ન્યાય માટે લડત આપી રહ્યા છે તો બીજી તરફ ગંભીર પ્રકારના દર્દીઓની સેવા પણ કરી રહ્યા છે. ગુજરાતના ડોક્ટરોએ રાજ્યના મેડિકલ ઇતિહાસમાં એક નવું અધ્યાય લખ્યું છે.
રાકેશ જોષી, સિવિલ સુપરિટેન્ડેન્ટે કોલકત્તા દુષ્કર્મ ઉપર નિવેદન આપતા કહી મોટી વાત… pic.twitter.com/pCAOuyEFLt
— Gujarat times 24 (@tunvarM) August 17, 2024