ખાણ ખનીજ-એસઓજીનો સપાટો; ગેરકાયદેસર ખનન કરતી ટોળકી સંકજામાં- ₹1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત

કાંકરેજ તાલુકાના કંબોઇ ગામની બનાસ નદી વિસ્તારમાં પાલનપુર ખાણ ખનીજ વિભાગની ટીમ અને પાલનપુર એસઓજી પોલીસ સાથે રવિવારે સવારે કંબોઇ વિસ્તારની બનાસ નદીમાં ઓચિંતી રેડ કરી હતી. જેમાં લીઝ વિનાની સરકારી પડતર વિસ્તારમાં બિનઅધિકૃત રેતી ઉલ્લેચી રહેલ હિટાચી મશીન અને ત્રણ ડમ્પર અને એક ડમ્પર રેતી ભરેલું ઝડપ્યું હતું. 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

કાંકરેજ તાલુકાના દુદાસણ, કસલપુરા, જામપુર વિસ્તારમાં મોટા પ્રમાણમાં સરકારી પડતરોમાં ખોદકામ કરી રેતી ઉલ્લેચી રહ્યા છે. ત્યારે રવિવારે સવારે ખાણ ખનીજ પાલનપુર અને એસઓજી પોલીસ દ્વારા વહેલી સવારે કંબોઇ વિસ્તારની બનાસ નદીમાં ઓચિંતી રેડ કરતા એક હિટાચી મશીન સરકારી પડતર વિસ્તારમાં ખોદકામ કરી રહ્યું હતું અને ચાર ડમ્પર રેતી ભરવા માટે આવેલા હતા. જેમાં ત્રણ ખાલી હતા અને એક ડમ્પર રેતી ભરેલું ઝડપાઈ ગયું હતું.

ચાર ડમ્પર અને એક હિટાચી મશીન બિન અધિકૃત રીતે ખોદકામ કરી રેતી ચોરી કરી સરકારની તિજોરીને નુકસાન કરતા ઝડપી લીધા હતા. આમ ખાણ ખનીજ અને એસઓજી દ્વારા સંયુક્ત ઓપરેશનમાં 1 કરોડ 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં ડમ્પરો શિહોરી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા અને આગળની દંડકીય કાર્યવાહી ખાણ ખનીજ પાલનપુર દ્વારા કરવામાં આવશે. ખાણખનીજ અને એસઓજી દ્વારા રૂ.1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

ચાર ડમ્પર અને એક હિટાચી મશીનના નંબર નીચે પ્રમાણે છે

  • જીજે-24-એક્સ-3699
  • ડીડી-02-જી-9441
  • જીજે-24-એક્સ-3595
  • જીજે-24-એક્સ-4746