રાજકારણ અને અમલદારશાહોની મિત્રતા અશક્યને શક્ય કરી શકે છે. ગાંધી-નહેરૂ સહિતના અનેક એવા નેતાઓના કારણે ભારતની લોકશાહી વિશ્વભરમાં વખણાઇ રહી છે. તો વર્તમાન સમયમાં પીએમ મોદી વિશ્વભરમાં ફરીને ભારતીય સંસ્કૃતિ અને લોકશાહીને પ્રચારિત કરી રહ્યા છે. તેમના કારણે પણ વિશ્વભરમાં ભારતીય લોકશાહીને એક નવી ઓળખ મળી છે. આમ કેટલાક રાજનેતા અને અમલદારશાહી સાથે જોડાયેલા માણસોની કામગીરી ભારતીય લોકશાહીનો વિશ્વભરમાં પરચમ લહેરાવીને સારામાં સારો દાખલો બેસાડ્યો છે. તો બીજી તરફ કેટલાક ભ્રષ્ટ નેતા અને પોતાના ખિસ્સા ભરનારા અધિકારીઓ પોતાના સ્વાર્થ માટે લોકશાહીની હત્યા પણ કરતા અચકાતા નથી. આવા ભારતીય નેતાઓ અને અધિકારીઓ દ્વારા આચરેલા ભ્રષ્ટાચારના કિસ્સાઓ સમાચાર પત્રોમાં ભરેલા પડ્યા છે.
વર્તમાન સમયમાં પરચમ ફેલાવે તેવા કામ તો નેતાઓ કે અમલદારશાહો બંનેમાંથી કોઈ કરી રહ્યું નથી. પરંતુ ચોક્કસ રીતે બંને વચ્ચે સારી એવી મિત્રતાના કારણે અસિમિત આવક રળીને રાજાશાહી જેવો ઠાઠ-માઠમાં જીવન પ્રસાર કરતા જોવા મળી રહ્યા છે. રાજનેતાઓ અને અમલદારો વર્તમાન સમયમાં રાજાઓ જેવું જીવન જીવી રહ્યા છે, તો બીજી તરફ સામાન્ય માણસ ખતરનાક બનેલી મોંઘવારીમાં પિસાઇ રહ્યો છે. આ વચ્ચે અમે તમને એક એવી સ્ટોરી કહીશું જેમાં એક નેતાજી અને ક્લાસ વન અધિકારીની મિત્રતાના કારણે અન્ય એક નાનો અધિકારી સારામાં સારી મલાઇ ખાઇ રહ્યો છે. તેમ કહીએ તો પણ ખોટું ગણાશે નહીં કે બે પાવરફુલ માણસોની મિત્રતાનો સારો એવો ફાયદો એક નાના અધિકારીએ સારામાં સારો ઉઠાવ્યો છે… આવો ફાયદો ઘણા ઓછા અધિકારીઓ ઉઠાવી શકતા હોય છે.
વાત જાણે એમ છે કે, એક નેતાજી અને ક્લાસ વન અધિકારીની સારી એવી મિત્રતા હતી. આ મિત્રતા વિશે બહું લોકોને ખાસ ખ્યાલ નહતો. પરંતુ નેતાજીના ગામના અન્ય એક અધિકારી કે જેઓ અમદાવાદ શહેરમાં નોકરી કરતાં હતા, તેમને ખ્યાલ હતો. તેથી તેમને થયું કે ચાલો આપણે નેતાજીને વાત કરીને મલાઇ-પાણીવાળી જગ્યાએ પોતાની પોસ્ટિંગ કરાવી લઈએ.
આ પણ વાંચો-અંધશ્રદ્ધા ફેલાવનારા અને કાળા જાદૂ કરનારાઓ ઉપર લાગશે લગામ; બિલ સર્વાનુમતે પસાર
તેથી તેમણે નેતાજીને વાત કરી કે તમારા મિત્રને કહીને મારી સારા ઠેકાણે પોસ્ટિંગ કરાવી દો ને.. મિત્રતાને ધ્યાનમાં રાખીને તેમણે પોતાના ક્લાસ વન અધિકારીને વાત કરી કે આપણા એક વિશ્વાસુ અધિકારીને સારી જગ્યાએ પોસ્ટિંગ આપો તો સારૂં…
આ સ્ટોરીમાં બીજી એક બાબત તે પણ જોવા મળે છે કે, પાવરમાં રહેલા અને સત્તામાં બેસેલા લોકો પોતાનું કામ એક ચપટી વગાડતા કરાવી શકે છે. હવે નેતાજીના કહેવાથી તેમના ક્લાસ વન અધિકારીએ નાના અધિકારીને મલાઇ-પાણીવાળી જગ્યાએ પોસ્ટિંગ આપી દીધી.. પરંતુ હવે કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
નાના સાહેબ એવી રીતે સેટ થયાં કે એક મહિનાની તેમની કમાણી 80 લાખથી એક કરોડ રૂપિયા સુધીમાં આંબી ગઈ.. અને આંબે પણ કેમ નહીં? નેતાજીનો રેફરન્સ એટલે ઉપલા અધિકારી ટોકી પણ શકે નહીં… તો બીજી તરફ મલાઇદાર જગ્યા પોતે ક્લાસ વન અધિકારીએ શેટ કરી આપી હતી. એટલે પછી તો કહેવું જ શું.. તેથી મિત્રતાનો ખુબ જ શાનદાર રીતે ઉપયોગ કરીને ટૂંક જ સમયમાં સારી એવી તરક્કી કરવા લાગ્યા પરંતુ આ વચ્ચે ક્લાસ વન અધિકારીને તો તેઓ ભૂલી જ ગયયા. માત્ર પોતાનો ફાયદો કરતાં ગયા અને મલાઇદાર પોસ્ટિંગ આપનાર તો માત્ર મોઢું જ જોતા રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. ક્લાસ વન અધિકારીને કંઇ ફાયદો કરાવ્યા વગર જ પોતાની પ્રગતિ કરવા લાગ્યા હતા. હવે મિત્રતામાં નાના અધિકારીને સારી જગ્યાએ ગોઠવી તો દિધા, પરંતુ હવે આગળ શું કરવું તેનો ખ્યાલ આવી રહ્યો નહતો. કેમ કે નાના અધિકારીએ બેફામ રીતે પૈસા બનાવવાનું શરૂ કર્યું. ભ્રષ્ટાચાર વગર તો આટલી મોટા પ્રમાણમાં આવક ન આવે તે સ્વભાવિક રીતે સમજી શકાય છે.
નાના અધિકારીએ કાયદાની ઐસી કી તૈસી કરીને પોતાની એક સ્થિર આવક ઉભી કરી દીધી છે. પરંતુ ક્લાસ વન અધિકારી તેમને ટોકી શકતા નથી. તેથી હાથના કર્યા હૈયે વાગ્યા હોય તેવો ડોળ થયો છે. તો ઉચ્ચ ગણાતા પોલીસ બેડામાં ગણગણાટ પણ થઇ રહ્યો છે કે, ક્લાસ વન અધિકારીએ હાથે કરીને પગ ઉપર કૂહાડી મારી છે. કેમ કે તેમના અને નેતાજીના નામે નાનો અધિકારી ગેરકાયદેસર રીતે કાળાનાણાનો ઢગલો ખડકી રહ્યો છે.
ઉલ્લેખનિય છે કે, અમલદારશાહ-નેતાજીની મિત્રતાના કારણે વર્તમાન સમયમાં બે નંબરના ધંધાદારીઓને મજા પડી ગઈ છે. તો બીજી તરફ સામાન્ય વ્યક્તિઓના હક્કો કચડાઇ રહ્યા છે. હવે આપણી સ્ટોરીમાં ક્લાસવન અધિકારી કે જેમણી બરાબરની ફસામણી થઇ છે, તેઓ તેમના નેતાજી મિત્રને નાના અધિકારીની બદલીની વાત કરી શકશે ખરા? વધુ આવતા અંકે…