ખેરાલુમાં આવેલ અંબિકા ગેસ એજન્સી એચપીના રાંધણગેસની બોટલનું વિતરણ કરે છે. જો કે, પાછલા એક મહિનાથી અંબિકા એજન્સી તરફથી ખરાબ કામગીરીના કારણે ગ્રાહકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, ખેરાલુમાં એચપી ગેસના વિતરણનું કામ અંબિકા ગેસ એજન્સી કરી રહી છે. પરંતુ પાછલા એક મહિનાથી વધારે સમયથી આસપાસના ગામડાઓમાં ગેસની ગાડી જતી ન હોવાના કારણે ગામ લોકોને ખેરાલુ ગેસની બોટલ લેવા માટે આવવું પડી રહ્યું છે.
ઓછામાં વત્તું ખેરાલુ ગેસ લેવા આવવાની જહેમત ઉઠાવ્યા પછી પણ ગ્રાહકોને મસમોટી લાઈનમાં ઉભું રહવું પડી રહ્યું છે. આ મસમોટી લાઈન થવા પાછળ પણ અંબિકા ગેસ એજન્સીની ખરાબ કામગીરી જ જવાબદાર છે. કેમ કે એજન્સીમાં કામ કરનારાઓ આળસ દાખવીને આવનારા ગ્રાહકોને સંતોષપૂર્વક જવાબ આપતા નથી, તો તેમનું કામ પણ ઝડપી પૂરું કરી આપતા ન હોવાના કારણે મસમોટી લાઇનો લાગે છે. તેથી ગ્રાહકોને કલાકો સુધી પોતાનો નંબર આવે તેની રાહ જોઈને ગરમીમાં શેકાવું પડી રહ્યુ છે.
આ પણ વાંચો-ગેરકાયદેસર રીતે વસાવેલી મિલકત થશે જપ્ત; હવે ભ્રષ્ટાચાર કરવો પડી શકે છે ભારે
ખેરાલુ સ્થિત અંબિકા એજન્સી એલ.જે. ડોડિયાર નામનો વ્યક્તિ ચલાવી રહ્યો છે. પરંતુ આ એજન્સીની કામગીરી એટલી બેકાર છે કે મોટી સંખ્યામાં ગ્રાહકો હેરાન-પરેશાન થઇ રહ્યા છે. તે છતાં એજન્સી તરફથી ગ્રાહકોની સમસ્યાને પણ નજર અંદાજ કરવામાં આવી રહી છે. તેથી ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આની એજન્સી રદ્દ કરવાની માગ કરી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે, ગામડામાં મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. તેવામાં ગેસ સહિતના કામો માટે સમય કાઢવો ખુબ જ મુશ્કેલ પડતો હોય છે. તે ઉપરાંત નોકરી-ધંધો કરતાં લોકો માટે પણ અન્ય વધારાનો સમય ફાળવવો મુશ્કેલ બને છે. તેવી પરિસ્થિતિમાં લોકો સમય કાઢીને જેમ-તેમ કરીને ગેસ બોટલ લેવા આવે તો પણ ગેસ સમયસર ન મળી રહ્યો નથી. તેથી ગ્રાહકોમાં આક્રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- વિધાનસભામાં ગુંજ્યો ગુલ્લીબાજ શિક્ષકોનો મુદ્દો; 130 શિક્ષકો શાળાઓથી દૂર
તમારી ગેસ એજન્સી થકી તમને સમયસર ગેસની બોટલ આપવામાં આવતી નહોય અથવા અન્ય કોઈ સમસ્યા હોય તો તમે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરીને તે એજન્સી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી શકો છો. તે ઉપરાંત વિભાગના ટોલ ફ્રી નંબર (૧૮૦૦-૨૩૩-૫૫૦૦) પરથી પણ જરુરી મદદ મેળવી શકાશે.
http://ipds.gujarat.gov.in/PGRS/Complaint.aspx