ભારતમાં વર્ષ 2017થી 2022માં પ્રતિ દિવસ સરેરાશ દુષ્કર્મના 86 કેસ નોંધવામાં આવ્યા હતાં. 86 પૈકી 82 કેસોમાં મહિલા પર દુષ્કર્મ ગુજારનાર આરોપી તેના પરિચિત જ હતો. બીજા શબ્દોમાં કહીઅ તો દર કલાકે ચાર દુષ્કર્મ થયા હતાં અને ચારમાંથી ત્રણથી વધુ કેસોમાં દુષ્કર્મ ગુજારનાર આરોપી મહિલાનો પરિચિત જ હતો.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના વાર્ષિક રિપોર્ટ અનુસાર 2017થી 2022 દરમિયાન ભારતમાં કુલ 1.89 લાખ દુષ્કર્મના કેસ નોંધવામાં આવ્યા હતાં. 1.89 લાખ કેસો પૈકી 1.79 લાખ કેસોમાં દુષ્કર્મ ગુજારનાર આરોપી મહિલાનો પરિચિત હતો. જ્યારે 9670 કેસોમાં આરોપી અજ્ઞાાત હતો. આ આંકડા અનુસાર બળાત્કારનો ભોગ બનનાર મોટા ભાગની મહિલાઓની ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચે હતી. 1.89 લાખ પૈકી 1.13 લાખ કેસોમાં મહિલાઓની ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચે હતી.
આ પણ વાંચો- ધોરણ 10-12માં 65 લાખ વિદ્યાર્થીઓ પાસ થઇ શક્યા નહીં; MP-UPમાં નાપાસ થનારા બાળકોની સંખ્યા વધુ
બીજા શબ્દોમાં કહીએ તો દરરોજ થતાં 86 દુષ્કર્મ પૈકી 52 દુષ્કર્મના કેસોમાં મહિલાઓની ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચે હતી. કાર્યસ્થળે જાતીય સતામણીના કેસો ભારતમાં નોંધાયેલા કુલ કેસોની સરખામણીમાં ઘણા ઓછા હોવા છતાં તેને અવગણના કરી શકાય તેમ નથી. એનસીઆરબીના આંકડા અનુસાર પ્રતિ દિવસ ઓછામાં ઓછી એક મહિલાની કાર્યસ્થળે જાતીય સતામણી કરવામાં આવે છે.
2014થી 2022ની વચ્ચે કાર્યસ્થળે જાતીય સતામણીના 4231કેસ નોંધવામાં આવ્યા હતાં. શરૂઆતમાં કાર્યાલર પરિસરમાં જાતીય સતામણીના કેસોની સંખ્યા ઓછી હતી પણ કાર્યથી સંબધિત અન્ય સ્થળોએ જાતીય સતામણીના કેસો વધારે હતાં. 2017 પછી દર વર્ષે આ પ્રકારની શ્રેણી હેઠળ 400થી વધારે કેસ નોંધવામાં આવ્યા છે. 2014, 2015 અને 2016માં નોકરી આપનાર અને સહકર્મીઓ દ્વારા દુષ્કર્મ ગુજારવાના 1795 કેસો નોંધવામાં આવ્યા હતાં. જે સરેરાશ પ્રતિ દિવસ બે કેસ થાય છે.