પ્રિન્સ મિસ્ત્રી કેસની ગૂંચવણ ઉકેલનાર અધિકારી I.N ઘાસુરા; ભાજપ સાથે જોડાયેલા કેસને ગણતરીના કલાકોમાં કરી નાંખ્યો રફેદફે

  • પ્રિન્સ મિસ્ત્રીના કેસને ગણતરીના ક્લાકોમાં ઉકેલનારા બાહોશ અધિકારી આઇ.એન. ઘાસુરા
  • પોલીસ બેડામાં તટસ્થ તપાસ કરવા માટે જાણિતા છે આઈ.એન. ઘાસુરા
  • અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં આવતા મગજ ફેરવી નાંખતા કેસોને ઉકેલી નાંખે છે ગણતરીના કલાકોમાં
  • ગુનાહિત જગત સાથે જોડાયેલા ગુંડા તત્વોમાં પીઆઈ આઈ.એન. ઘાસુરાની ધાક

દેવાંગ આચાર્ય; ક્રાઇમ રિપોર્ટર અમદાવાદ: બીજેપી નેતાના પુત્ર દ્વારા 70 ગાડીઓ ભાડે રાખીને ગિરવે મૂકી દેવાના સમાચાર સામે આવતા જ આગની જેમ મીડિયા થકી રાજ્ય સહિત આખા ભારત વર્ષમાં ફેલાઇ ગયા હતા. આ કેસને લઈને મીડિયા ચારે તરફથી નજર રાખી રહી હતી. તેથી આ કેસને લઇને પોલીસ ખાતું કંઇ પણ કાચું કાપવા માંગતી નહતી. તેથી આ કેસને ડાયરેક અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવ્યો હતો. પરંતુ જણાવી દઇએ કે, તે સમયે ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ પર રહેલા અધિકારીની માધુપુરા પોલીસ સ્ટેશનથી બદલી ક્રાઇમ બ્રાન્ચમાં થઇ હતી. આ અધિકારી પાસે પ્રથમ કેસ હાઇપ્રોફાઇલ આવી જાય છે. રાજકારણ સાથે જોડાયેલા કેસને મીડિયા એકલો મૂકવા માંગતી નહતી. તેથી આ કેસને ઉકેલવાને લઇને પોલીસ બેડા ઉપર ખુબ જ દબાણ દેખાઇ રહ્યું હતું. સંવેદનશીલ કેસ હોવા છતાં ક્રાઇમ બ્રાન્ચમાં આલા અધિકારીઓએ નવા આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર ઉપર વિશ્વાસ દાખવ્યો હતો. કેમ કે તેમની કામ કરવાની રીતથી બધા વાકેફ હતા.

લોકસભાની ચૂંટણી દરમિયાન કમલમમાં ગાડીઓની જરૂર હોવાનું કહીને અનેક લોકો પાસેથી ગાડીઓ ભાડે લઇને ભાજપના બક્ષીપંચના નેતાના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીએ મોટા પ્રમાણમાં છેતરપિંડી આચરી હતી. જે અંગે ગુનો નોંધવામાં આવતા અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે તેની ધરપકડ કરીને પુછપરછ કરી હતી. આ કેસ સપાટી ઉપર આવતા જ ક્રાઈમ બ્રાન્ચના એક એવા અધિકારીને સોંપવામાં આવ્યો હતો કે, જેઓ પોતાની ઇમાનદારી અને કામ પ્રત્યેના પોતાના સમર્પણને લઈને એક આગવી ઓળખ ધરાવે છે.

પ્રિન્સ મિસ્ત્રીનો કેસ ખુબ જ ગૂંચવણ ભર્યો હતો. મેન વિલન તરીકે દેખાતો મિસ્ત્રી ખરેખર વિલન હતો કે, નહીં તેને લઈને પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે. કેમ કે, પડદા પાછળની સ્ટોરી પ્રમાણે તો પ્રિન્સ મિસ્ત્રીનો ઉપયોગ તો એક મ્હોરા તરીકે કરવામાં આવ્યો હતો. આ કેસનો માસ્ટર માઇન્ડ તો અન્ય જ લોકો હતા. આ તમામ લોકોને ઝડપી પાડીને તેમના પાસેથી ગાડીઓ પરત લીધા પછી એકદમ ઓછા સમયમાં મૂળ માલિક સુધી પહોંચાડવામાં એક માત્ર બાહોશ અધિકારી એવા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આઇ.એન. ઘાસુરાની ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

આ  પણ વાંચો- ગુજરાતના માથે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ; બનસકાંઠાના પાલનપુર સહિતના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા આઇ.એન. ઘાસુરાની મહેનતના કારણે પ્રિન્સ મિસ્ત્રી દ્વારા આચરેલા કૃત્યને એકદમ ઓછા સમયમાં ખુલ્લું પાડવામાં સફળતા મળી હતી. જણાવી દઇએ કે, આઇ.એન. ઘાસુરા ક્રાઇમ બ્રાન્ચમાં જોડાયા તે પહેલા અમદાવાદ માધુપુરા પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા હતા.

ક્રાઇમ બ્રાન્ચમાં જોડાતાની સાથે જ તેમના પાસે પ્રિન્સ મિસ્ત્રી દ્વારા લોકો પાસેથી ગાડીઓ પડાવીને ગિરવે મૂકી દેવાનો કેસ આવ્યો હતો. આ કેસને પીઆઈ આઇ.એન. ઘાસુરાએ ગણતરીના કલાકોમાં જ ઉકેલીને ગાડીઓ મૂળ માલિકોને પરત અપાવી દીધી હતી. ઉલ્લેખનિય છે કે, પ્રિન્સ મિસ્ત્રી ભારતીય જનતા પાર્ટીમાં બક્ષીપંચના નેતાનો પુત્ર હોવાનું ખુલ્યું હતું. તેથી સમાચાર પત્રોની હેડલાઇન પ્રિન્સ મિસ્ત્રી અને બીજેપી સાથે જોડાયેલા તેના પિતા રહ્યા હતા.

તેવામાં આ કેસને લઈને ગુજરાત સહિત દેશભરના મીડિયાનું ધ્યાન હતું. આ પરિસ્થિતિમાં કોઈપણ પીઆઈ માટે કેસનો ગણતરીના કલાકોમાં ઉકેલ લાવવો સહેલું નહતું. કેમ કે આ કેસમાં રાજકિય નેતાઓની એન્ટ્રી થઇ હતી. તેવામાં સત્તાધારી અને વિપક્ષ બંને દ્વારા પોત-પોતાની રીતે અલગ-અલગ આક્ષેપ-પ્રતિઆક્ષેપપૂર્ણ નિવેદન આપી રહ્યા હતા. તે સ્થિતિમાં કોઈપણ અધિકારી માટે તટસ્થતાપૂર્વક કામ કરવું સરળ નહતું. તે છતાં પણ પીઆઇ ઘાસુરા કલાકોની અંદર કેસના તળિયા સુધી પહોંચી ગયા હતા.

આ  પણ વાંચો- ગુજરાત પોલીસને વિશેષ સત્તા!!! નશાબંધી સુધારા બિલ પાસ; જાણો શું છે નવી જોગવાઇઓ?

પીઆઈ ઘાસુરાએ પોતાની થોડા જ કલાકોની મહેનતથી મહેસાણાના વિસનગરના ગામ સવાલા સુધી પહોંચીને ગિરવે મૂકેલી ગાડીઓ પરત લાવી દીધી હતી. આ ગાડીઓ પરત આવતા જ ગાડીના મૂળ માલિકો તરફથી આવેલું દબાણ ઓછું થઇ ગયું હતું. પ્રિન્સ મિસ્ત્રી થકી બીજેપી ઉપર કિચડ ઉડાડનારાઓના મોઢા ત્યારે સિવાય ગયા હતા, જ્યારે આઇ.એન. ઘાસુરાએ અન્ય આરોપીઓને પણ જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા.

આમ ક્રાઇમ બ્રાન્ચમાં એન્ટ્રી મારતાની સાથે જ પીઆઇ આઇ.એન. ઘાસુરાએ સત્તાધારી પાર્ટી એટલે બીજેપી સાથે જોડાયેલા કેસને ખુબ જ શાનદાર રીતે સંભાળ્યો હતો. પીઆઇ ઘાસુરાની કામગીરીથી પોલીસ બેડાના ઉચ્ચ અધિકારીઓ પણ પ્રભાવિત થયા હતા. વિશ્વસનિય સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, પોલીસ બેડાના અનેક સીનિયર અધિકારીઓએ પીઆઇ આઇ.એન. ઘાસુરાની પીઠ થપથપાવી હતી હતી.