ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનિંગ બેટર શિખર ધવને 38 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા. શિખર ધવને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી.
શિખર દ્વારા જાહેર કરાયેલા આ વીડિયોમાં તે કહે છે કે હું એવા વળાંક પર છું જ્યાંથી જ્યારે પણ પાછળ જોવું ત્યારે માત્ર યાદો જ દેખાય છે અને જ્યારે આગળ જોઉં તો આખી દુનિયા દેખાય છે. ટીમ ઈન્ડિયા માટે રમવા માટે મારી પાસે હંમેશા એક જ લક્ષ્ય હતું અને તે સાકાર થયું અને આ માટે હું ઘણા લોકોનો આભાર માનું છું.
As I close this chapter of my cricketing journey, I carry with me countless memories and gratitude. Thank you for the love and support! Jai Hind! 🇮🇳 pic.twitter.com/QKxRH55Lgx
— Shikhar Dhawan (@SDhawan25) August 24, 2024
શિખરે ઇમોશનલ કરતો વીડિયો શરે કર્યો
શિખર ધવને કહ્યું કે હું મારા પરિવાર, મારા બાળપણના કોચ, મારી ટીમ અને મારા સાથી ખેલાડીઓ સહિત જેમણે મારી ક્રિકેટ સફરમાં મને સાથ આપ્યો તેમનો આભારી છું કે જેમની સાથે હું ઘણા વર્ષો સુધી રમ્યો. મને એક કુટુંબ મળ્યું, મને નામ મળ્યું અને તેમાં તમારા બધાનો પ્રેમ હતો. શિખર કહે છે કે કહાની મેં આગે બઢને કે લિયે પન્ને પલટના જરૂરી હોતા હૈ ઔર મેં ભી ઐસા હી કરને જા રહા હું. હું આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરું છું.