ગુજરાતમાં મેઘાની ધબધબાટી, માઘ નક્ષત્ર પર જન્માષ્ટમીના દિવસે બન્યો હજારો વર્ષ પહેલા બનેલો યોગ

Gujarat hevay rain

Megha Nakshatra, Gujarat rain : અત્યારે ગુજરાત સાર્વત્રિક મેઘ મહેર વર્તાઈ રહી છે ત્યારે ઠેકઠેકાણે જળબંબાકારીની સ્થિતિ સર્જાઈ છે. આજનો દિવસ ધાર્મિક અને પૌરાણિક રીતે પણ મહત્વનો છે કારણ કે આજે કૃષ્ણ જન્મો દિવસ એટલે કે જન્માષ્ટમી છે. આ ઉપરાંત 17ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી મઘા નક્ષત્ર ચાલુ રહેશે. માનવામાં આવી રહ્યું છે કે હજારો વર્ષ પહેલા જન્માષ્ટમીના દિવસે માઘ નક્ષત્રમાં જે સંયોગ સર્જાયો હતો એવો જ સંયોગ આના દિવસે સર્જાયો છે. માઘ નક્ષત્રમાં ભારે વરસાદ પડવાની પણ માન્યતા છે અને આ વરસાદી પાણી પણ અત્યંત મહત્વનું ધરાવે છે.

માઘ નક્ષત્ર, જન્માષ્ટમી અને ભારે વરસાદનો સંયોગ

આજે 26 ઓગસ્ટ 2024, સોમવાર છે આજને શ્રાવણ વદ આઠમ એટલે કૃષ્ણ જન્માષ્ટમીનો પવિત્ર દિવસ છે. બીજી તરફ માઘ નક્ષત્ર પણ ચાલી રહ્યું છે. આ ઉપરાંત ગુજરાતભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. એક પંડિતના જણાવ્યા પ્રમાણે હાજરો વર્ષ પહેલા જ્યારે કૃષ્ણનો જન્મ થયો હતો ત્યારે માઘ નક્ષત્ર અને શ્રાવણ વદ આષ્ટમીનો દિવસ હતો. એ રાત્રે પણ અનરાધાર વરસાદ પડ્યો હતો. ત્યારે આજે 26 ઓગસ્ટ 2024, સોમવારે પણ જન્માષ્ટમી છે અને માઘ નક્ષત્ર પણ ચાલી રહ્યું છે. અને ગુજરાતમાં વરસાદ પણ જળબંબાકાર પડી રહ્યો છે. એટલે કહી શકાય કે હજારો વર્ષ પહેલા જે સંયોગ બન્યો હતો. એ સંયોગ આજે ફરીથી બન્યો છે.

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ

ગુજરાતના માથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પગલે ગુજરાતમાં ચોમાસું જોરદાર જામ્યું છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. આજે સોમવારે સવારથી જ આખા ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આજે બપોરે બે વાગ્યા સુધીના વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં 224 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ આણંદના બોરસદમાં 8 ઈંચ ખાબક્યો હતો. આ ઉપરાંત પંચમહાલના મોરવા હડફમાં સાડા સાત ઈંચ, ખેડાના નડિયાદમાં સાત ઈંચ વરસાદ, કચ્છના નખત્રણામાં પણ સાત ઈંચ વરસાદ ખાબક્યો હતો.

મઘા નક્ષત્રમા વરસતા વરસાદનાં પાણીનો ઉપયોગ-ફાયદા?

મઘા વરસાદના નક્ષત્રનું પાણી આખા વર્ષ દરમિયાન બગડતું નથી. મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન કહેવામાં આવે છે.

1) આંખોના કોઈપણ રોગ માટે આ પાણીનો ઉપયોગ કરી શકો છો. મઘા પાણીનાં બે ટીપા આંખમાં પાડી શકો છો.
2) મઘાનું પાણી આખું વર્ષ દરમિયાન સારું રહેતું હોવાથી પેટના કોઈપણ દર્દ માટે આ પાણી પીવું ઉત્તમ ગણી શકાય છે.
3) જો આપ કોઈપણ આયુર્વેદિક દવા લેતા હોવ તો આ પાણી સાથે તે દવા લેવાથી ફાયદાઓ વધી જાય છે.
4) તમારા ઘરમાં થતી રસોઈમાં પણ આ પાણી વાપરવામાં આવે તો રસોઈ ઉત્તમ ગણાય છે.
5) આધ્યાત્મિક બાબતે પણ આ પાણીને ઉત્તમ ગણવામાં આવે છે. મહાદેવ પર મઘાનાં પાણીનો અભિષેક ઉત્તમ ગણાય છે.
6) આપના ઘરમાં નવાં થતાં કોઈ કાર્યના સ્થાપનમાં દેવી-દેવતા ઉપર આ પાણીનો અભિષેક કરવામાં આવે તો ફાયદા સ્વરૂપ ગણવામાં આવે છે.
7) મઘાનું પાણી આખું વર્ષ દરમિયાન સારું રહેતું હોવાથી ગંગાજળની માફક તેનો ઉપયોગ કરી શકાય છે.
8) શ્રી સુક્તમની 16 રુચા દ્વારા આ પાણીનો અભિષેક શ્રીયંત્ર પર કરવામાં આવે તો ધનલક્ષ્મી આકર્ષાય છે.
9) આશ્લેષા નક્ષત્રનું પાણી ખેડૂતોના પાક માટે નુકસાનકારક હોય છે પરંતુ મઘા નક્ષત્રનું પાણી સોના સમાન અમૃત ગણવામાં આવે છે.
10) મઘા નક્ષત્રનું પાણી જો નાના બાળકને પીવડાવવામાં આવે તો એમના પેટમાં રહેલા કીડા પણ મરી જાય છે.