જન્માષ્ટમી એટલે જગતના અધિપતી ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવનો દિવસ અને આ દિવસ વિશ્વભરમા વસતા તમામ સનાતનીઓ માટે આનંદનો અને ઉત્સવનો દિવસ હતો. ત્યારે વિશ્વઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે 26 ઑગસ્ટ ‘2024 જન્માષ્ટમીના રોજ ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો.
વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખશ્રી આર.પી.પટેલના માર્ગદર્શન હેઠળ વિશ્વઉમિયાધામ સ્મૃતિ મંદિરમાં નંદોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રાતે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ રાસ ગરબા ભજન મંડળ સાથે 12ના ટકોરે મટકી ફોડ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન નંદ ઘેર આનંદ ભયોના નાદથી સમગ્ર મંદિર પરિષર ગુંજી ઉઠ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ લાભ લીધો.