મોર્નિંગ ન્યૂઝ!!! ગુજરાતમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ; વાંચો સંપૂર્ણ અહેવાલ

હવામાન વિભાગની આગાહી પછી રાજ્યના 243 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાંથી 3 તાલુકમાં 12 ઇંચથી વધુ, 1 તાલુકામાં 11 ઇંચ, અને ત્રણ તાલુકાઓમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. નર્મદા ડેમ ભયજનક સપાટીથી માત્ર 3 મીટર જ દૂર છે.

આગામી 3 દિવસ વરસાદ હજુ પણ ધોધમાર વરસાદ પડે તેવી વકી દેખાઇ રહી છે. હાલ ગુજરાત માથે ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેથી હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ અપાયું છે. 29 તારીખ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, મઘ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે.

12 ઇંચ વરસાદથી સમગ્ર વડોદરા શહેર પાણી-પાણી થઇ ગયું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની હાલત કફોળી બની છે. અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે. અત્યાર સુધી વડોદરા શહેરમાંથી 2500થી વધુ લોકોને સ્થળાંતરીત કરાયા છે.

આગામી 3 દિવસ ભારે વરસાદની શક્યતાને પગલે સમગ્ર રાજ્યમાં આજે શાળા-કૉલેજોમાં રજા જાહેર કરાઈ છે. જ્યારે જિલ્લાના વહીવટી તંત્ર અને સંલગ્ન વિભાગના અધિકારીઓની પણ રજા રદ કરવા કલેકટરોને સૂચના આપાઈ છે.

ભારે વરસાદને પગલે રાજ્યમાં વાહન વ્યવહાર ખોરવાયો છે. હાઈવે અને રસ્તાઓ પર પાણી ભરાતા 22 સ્ટેટ હાઈવે સહિત નાના મોટા 608 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. જેના કારણે બસ અને ટ્રેન સેવા પણ પ્રભાવિત થઈ છે. અનેક બસ અને ટ્રોનો રદ કરવામાં આવી છે.

રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે અમદાવાદ શહેરમાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. સવારે 6 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ સાડા ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં અમદાવાદ શહેરમાં 35થી 40 ઇંચ જેટલો વરસાદ પડતો હોય છે. અત્યાર સુધીમાં 90 ટકા વરસાદ થઈ ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ બે દિવસ અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી છે ત્યારે ચોમાસાની સિઝનનો પૂરેપૂરો વરસાદ ઓગસ્ટ મહિનામાં જ પૂર્ણ થઈ જશે.

પૂર્વ વિસ્તારમાં સાડા સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો

આજે સૌથી વધુ વરસાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા મણિનગરમાં સાડા સાત ઇંચ જેટલો પડ્યો છે. નરોડા, કોતરપુર, સરદારનગર અને એરપોર્ટ વિસ્તારમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પૂર્વ વિસ્તારમાં જોધપુર, સેટેલાઈટ, આનંદનગર, પ્રહલાદનગર, એસજી હાઇવે, સિંધુભવન રોડ, સાયન્સ સિટી, ગોતા, વંદે માતરમ રોડ, ઉસ્માનપુરા, વાડજ, આશ્રમ રોડ, આંબાવાડી સહિતના વિસ્તારોમાં પણ 6 ઈંચ વરસાદ પડ્યો છે.

રાજ્યમાં કેટલા હાઈવે-રસ્તા બંધ

સ્ટેટ હાઈવે- 22


અન્ય- 37
પંચાયત- 549
કુલ- 608

14512 રૂટ પૈકી 64 રૂટ તેમજ 40515 ટ્રીપ પૈકી 583 રૂટ બંધ

બનાસકાંઠા-સાબરકાંઠા-મહેસાણાના વિસ્તારોમાં ધીમી ધારે સતત વરસાદ વરસી રહ્યો છે. મળી રહેલી જાણકારી અનુસાર, ગત રાતથી તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જો કે, રાહતની વાત તે છે કે, અહીં વરસાદની સ્પીડ ઓછી હોવાના કારણે જનતાને તકલીફમાં મૂકાવું પડ્યું નથી. જો કે, હવામાન વિભાગની આગાહીને જોતા લોકો ઘરની બહાર નિકાળવાનું ટાળી રહ્યા છે.