ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો, જ્યારે પંચમહાલના મોરવા (હડફ) તેમજ ખેડાના નડિયાદ તાલુકામાં 13 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે કુલ-76 જળાશયો સંપૂર્ણ તેમજ 46 જળાશયો 70%થી વધુ ભરાયા
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 87%થી વધુ જળસંગ્રહ
ગત વર્ષે આજ દિવસે રાજ્યમાં કુલ 76%ની સામે અત્યારે 78%થી વધુ જળસંગ્રહ નોંધાયો #GujaratRains pic.twitter.com/GKSPzNrUYu— DD News Gujarati (@DDNewsGujarati) August 27, 2024
રાજ્યના ચરોતર વિસ્તાર એટલે કે, સમગ્ર આણંદ જિલ્લામાં પણ ગત 24 કલાકમાં રાજ્યનો સૌથી વધુ 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાથે જ પંચમહાલ જિલ્લામાં 9 ઈંચથી વધુ, જ્યારે, ખેડા અને મોરબી જિલ્લામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આજે સવારે 6.00 થી 10.00કલાક સુધીમાં રાજકોટના લોધિકા અને રાજકોટ તાલુકામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં 24 કલાક દરમિયાન મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો
આણંદ જિલ્લામાં ગત 24 કલાકમાં રાજ્યનો સૌથી વધુ 10 ઈંચ તથા ખેડામાં ૮ ઇંચ જેટલો વરસાદ નોંધાયો
ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 99% થી વધુ
સૌથી વધુ કચ્છ ઝોનમાં 116% વરસાદ નોંધાયો#Gujarat pic.twitter.com/aQPSrw3k4r
— DD News Gujarati (@DDNewsGujarati) August 27, 2024
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર તરફથી મળેલા અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાકમાં આણંદના બોરસદ, ખંભાત, તારાપુર અને આણંદ તાલુકામાં, વડોદરાના પાદરા અને વડોદરા તાલુકામાં, પંચમહાલના ગોધરામાં અને મોરબીના વાંકાનેર તાલુકામાં 12 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાથે જ આણંદના સોજીત્રા અને પેટલાદ, કચ્છના માંડવી અને નખત્રાણા, ખેડાના વાસો, મહીસાગરના બાલાસિનોર તેમજ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકા ઉપરાંત મોરબી અને રાજકોટ તાલુકામાં 9 ઈંચથી વધુ વરસાદ થયો છે.
છોટાઉદેપુર જિલ્લાના શિહોદ ગામ પાસે નેશનલ હાઇવે નંબર 56 પરનો બ્રીજ ક્ષતિગ્રસ્ત થતાં બંધ કરાયો#chhotaudepur #GujaratRains pic.twitter.com/gQzCz0CJgo
— DD News Gujarati (@DDNewsGujarati) August 27, 2024
વધુમાં, ખેડાના ગળતેશ્વર, મહુધા અને મહેમદાવાદ તાલુકા સહિત જામનગરના કાલાવડ, પંચમહાલના શહેરા, મહીસાગરના સંતરામપુર, અરવલ્લીના મેઘરજ તેમજ અમદાવાદના ધોળકા તાલુકામાં 8 ઇંચ વરસાદ સાથે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે.
રાજકોટમાં જળબંબાકાર
રામનાથ પરા વિસ્તારમાં આજી નદીના કાંઠે વસવાટ કરતા 25 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું #rajkot #GujaratRains #rescue pic.twitter.com/nlhcPqc1Ix
— DD News Gujarati (@DDNewsGujarati) August 27, 2024
આ ઉપરાંત રાજ્યના 11 તાલુકામાં 7 ઈંચથી વધુ, અન્ય 11 તાલુકામાં 6 ઈંચથી વધુ, 16 તાલુકામાં 5 ઈંચથી વધુ, 25 તાલુકામાં 4 ઈંચથી વધુ, 40 તાલુકામાં 3 ઈંચથી વધુ, 37 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત 35 તાલુકામાં એક ઈંચથી વધુ તેમજ 48 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યના કુલ 251 તાલુકામાં સરેરાશ 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
બરવાળા પંથકમાં સતત વરસાદથી અનેક ગામોની અવર જવર થઈ બંધ
ભીમનાથ રેલવે અંડર બ્રીજમા પાણી ભરાતા ચોકડી, પરબડી, નભોઈ, અંકેવાળીયા, પીપરીયા સહિતના ગામોની અવર જવર બંધ
ગામના લોકોને અવર જવર કરવા માટે 20 કિલોમિટરથી વધારે ફરી ને અવર જવર કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ #GujaratRains pic.twitter.com/qnWqMHBoqU
— DD News Gujarati (@DDNewsGujarati) August 27, 2024
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ 27મી ઓગસ્ટ, 2024ના રોજ સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 99.66 ટકા નોંધાયો છે. આ વર્ષે કચ્છ ઝોનમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 116 ટકાથી વધુ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં 108 ટકાથી વધુ તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં 101 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 98 ટકાથી વધુ, જ્યારે ઉત્તર ગુજરાતમાં 80 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
ગાંધીનગર
ભારે વરસાદને કારણે સંત સરોવર ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા#gujaratrain #gandhinagar pic.twitter.com/0dPMijuu9y
— DD News Gujarati (@DDNewsGujarati) August 27, 2024