દિનેશ કુશવાહ પણ હિન્દી બોલવામાં રૂપાણીના ભાઈ નિકળ્યા!!! કહ્યું- “મેં રકાબી મે કાણા પાડુંગા”

દેવાંગ આચાર્ય; અમદાવાદ: દિનેશ કુશવાહે એક ઇન્ટરવ્યુમાં પોતાના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ જવાને લઈને માફી માંગવા અંગે એક ઇન્ટરવ્યુંમાં વિસ્તારપૂર્વક સ્પષ્ટતા આપી હતી. આ અંગે તેમણે પોતાની બાવા હિન્દીમાં આપેલા એક ઇન્ટરવ્યુંમા જણાવ્યું હતુ કે, મેંને કહાં થા કે મેં રકાબી મેં કાણા પાડૂગા…

ખેર, આપણા મોટા ભાગના ગુજરાતીઓ બાવા હિન્દી જ બોલવા હોય છે. વિજય રૂપાણી બાવા હિન્દીના માસ્ટર છે. તો હવે આ લિસ્ટમાં દિનેશ કુશવાહનું નામ પણ જોડાઇ ગયુ છે. માત્ર પીએમ મોદી જ હિન્દી સારી રીતે બોલી જાણે છે, ખેર પછી ભલેને તે ટેલિપ્રોમટરનો ઉપયોગ કરતા હોય પરંતુ બોલવાની છટ્ટા-લહેકો અને એક આગવી સ્ટાઇલથી તો તેઓ પાછલા બે દાયકાથી દેશ ઉપર રાજ કરી રહ્યા છે. ખુલ્લા મનથી હિન્દી બોલવામાં તો પીએમ મોદીનો પ્રથમ નંબર આવે તો કેન્દ્રીય મંત્રી અમિત શાહને બીજો નંબર આપીશું તો ચાલશે. અમિત શાહને પણ વિજય રૂપાણીની જેમ ક્યાંક-ક્યાંડ આડા-અવળા થઇ જાય છે પરંતુ બીજાઓની સરખામણીમાં બાવા હિન્દી સારી બોલી જાણે છે. ખરેખર તો બીજેપીને પોતાના તમામ ગુજરાતી નેતાઓને હિન્દી બોલવાની પણ ટ્રેનિંગ આપવી જોઇએ, જેથી કરીને નેશનલ મીડિયામાં સારી રીતે બોલી શકે..

જો કે, પીએમ મોદી સિવાય અન્ય કોઈપણ ગુજરાતી બીજેપીનો નેતા હિન્દી સારી રીતે બોલતો હોય તેવું દેખાયું નથી. દિનેશ કુશવાહને ભલે હિન્દીમાં આડા-અવળા થઇ જતું હોય પરંતુ તેમનું મન ચોખ્ખું છે. પ્રથમ એવા ધારાસભ્ય છે કે જેમણે જનતાની માફી માંગી છે. ભાજપમાં પહેલો તારલો દેખ્યો છે કે જેને પોતાની ભૂલોનું સ્વીકાર કરીને જનતા માટે મેદાનમાં ઉતર્યો છે અને ભરપાણીમાં રિક્ષાઓને ધક્કા માર્યા છે.

અત્યાર સુધી બીજેપીનો કોઈ આવો નેતા તમે દેખ્યો હોય તો પણ કહી દેજો.. કેમ કે અમે તો દેખ્યો નથી. જે માફી પણ માંગે અને મુશ્કેલી વખતે જનતા માટે મેદાનમાં પણ ઉતરે. બીજા નેતાઓ તો ચૂંટણી જીતે એટલે પછી પાંચ વર્ષ પછી નજરે પડે.. જનતાનું જે થવું હોય તે થાય. વર્તમાન સમયમાં ગુજરાતમાં વરસાદે વિનાશ વેર્યો છે પરંતુ બીજેપીના ગણ્યા-ગાંઠ્યા નેતા ગ્રાઉન્ડ ઉપર જોવા મળ્યા છે. કુશવાહ સિવાય વાત કરીએ તો પાણીના ધસમસતા પ્રવાહમાં રિવાબા પીડિતોની મદદ માટે ઉભા રહ્યા હતા.

વડોદરામાં પૂરની સ્થિતિ વણસી ત્યારે સરકારે બે મંત્રીઓને તાગ મેળવવા દોડાવ્યા હતા. પરંતુ તેઓ ફોટો સેશન કરવા ગયા હોય તેવું લાગી રહ્યું હતું. વીડિયો અનો ફોટા પડાવવામાંથી જ ઉંચા આવ્યા નહીં. તેથી તેમના આવવાથી શું ફાયદો થયો? લોકો દૂધ અને શાકભાજી જેવી પાયાની ચીજ-વસ્તુઓ માટે તરસતા રહ્યા હતા. કોઈ જ મદદ પહોંચી નહીં. તો બીજી તરફ પોતાના વિસ્તારમાં થોડું એવું પાણી ભરાયું તો કુશવાહ મેદાનમાં કૂદી પડ્યા હતા.

પોતાના ઇન્ટરવ્યુંમાં બાવા હિન્દીમાં તેમણે જણાવ્યું કે, આમ તો કામ થઇ જ ગયું હતું પરંતુ રક્ષાબંધનના કારણે કામ ડિલે થવાના કારણે બે-ત્રણ દિવસ લેટ પડ્યા અને તેમાં વરસાદ આવી ચડ્યો.. નહીં તો આ વખતે પાણી ભરાવવાની સમસ્યા થતી જ નહીં….

વરસાદ તો દર ચોમાસે આવે જ છે. તેથી ભલે તેઓ આ વર્ષે રકાબીમાં કાણું પાડવામાં થોડા માટે ચૂકી ગયા હોય પરંતુ આવતા વર્ષે પોતાના રકાબી જેવા વિસ્તારમાં પાણી ભરાય નહીં તે માટે કાણું પાડવું રહ્યું.