વિસનગરમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતો એક વીડિયો સામે આવ્યો છે. વિસનગરના બે નામચીન બુટલેગરોના પુત્રો દ્વારા શહેરમાં પોલીસની તાતી હાજરી હોવા છતાં હવામાં બંદૂક લહેરાવીને સિનસપાટા કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. આ વાયરલ વીડિયોમાં અશોક બદાજી અને વિક્રમ બદાજીના પુત્ર બંને દેખાઇ રહ્યા છે. બે વિવિધ વીડિયોમાં બંને છોકરાઓ પાસે બંદૂક જોવા મળી રહી છે. આ બંને રિલ્સમાં પોતાનો પાવર દર્શાવવા માટે ગીત પણ જોડવામાં આવેલું છે. જે તમે નીચે આપેલા વીડિયોમાં તમે જોઈ શકો છો.
મળી રહેલી માહિતી અનુસાર, વિસનગરમાં અંગ્રેજી દારૂનો ધંધો કરતા બુટલેગર અશોક અને વિક્રમના પુત્રોનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, બંને છોકરાઓ અલગ-અલગ ગાડીની છત ઉપર ઉભા છે અને તેમાંથી એક છોકરાના હાથમાં તમંચો છે, તો બીજાના હાથ ખાલી છે. પરંતુ બંને એક સાથે જોવા મળી રહ્યા છે.
એક ફોર્ચ્યુનર ગાડી ઉપર તો અન્ય એક છોકરો થારની ગાડી ઉપર ઉભેલો જોવા મળી રહ્યો છે. આ બંને છોકરાઓ પોતાના પિતાએ ગેરકાયદેસર રીતે બનાવેલી મિલકત અને રાજકીય પીઠબળ દ્વારા મળી રહેલા પાવરનું પ્રદર્શન કરી રહ્યા છે. સામાન્ય રીતે ગુજરાતમાં જાહેરમાં હથિયાર લહેરાવીને તેનો વીડિયો બનાવવાની ઘણી ઓછી ઘટનાઓ ઘટતી જોવા મળે છે. કેમ કે પોલીસનો ડર હોય છે. લાયસન્સવાળી બંદૂકો હોવા છતાં સિનસપાટા કરવા પર પોલીસ દ્વારા કેસ નોંધીને દંડ કર્યાના અનેક ઉદાહરણો આપણી સામે હાજર છે. પરંતુ આ બુટલેગરોના પુત્રોને ખ્યાલ છે કે, આપણું વાળ પણ વાંકુ નહીં થાય કેમ કે આપણા પિતા પોલીસને સંભાળી લેશે. પૈસા અને પાવરનો નશો ચોખ્ખો બંને લબડમૂછિયાઓના મોઢા ઉપર જોઈ શકાય છે.
વિસનગર બુટલેગર વિક્રમ-અશોકના પુત્રોએ બંદૂકો લહેરાવીને ડરનો માહોલ ઉભો કરીને કાયદો અને વ્યવસ્થાના ઉડાવ્યા ધજાગરા; વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ… વીડિયો સૌજન્ય. સોશિયલ મીડિયા @sanghaviharsh @SPMehsana @dgpgujarat pic.twitter.com/O7BIQmUWxf
— Gujarat times 24 (@tunvarM) August 30, 2024
તો બીજી તરફ વિસનગરની પોલીસે પણ બંને લબડમૂછિયાઓને પ્રોત્સાહન આપતી હોય તેવું દેખાઇ રહ્યું છે. નો એક્શન!!! વિસનગરની પોલીસ એટલી બધી નિષ્ક્રિય થઇ ગઈ છે કે, અસામજિક તત્વોને ખુલ્લો દૌર મળ્યો છે. વિસનગરમાં અશોકજી અને વિક્રમજી ખુલ્લેઆમ દારૂનો ધંધો કરે છે પરંતુ પોલીસે મૌન ધારણ કરેલું છે. પોલીસ બેડાના વિશ્વસનિય સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર આ બંને બુટલેગરો લાખો રૂપિયાનું ભરણ પોલીસ સ્ટેશનોમાં આપી રહ્યા છે. તો વર્તમાન સમયમાં આ બંને બુટલેગરો ડબ્બા ટ્રેડિંગના ધંધામાં હાથ અજમાવી રહ્યા છે. આમ હવે તો એક તરફ દારૂ તો બીજી તરફ શેર માર્કેટના ગેરકાયદેસર ધંધા થકી કરોડો રૂપિયાની આવક રળતા થઇ ગયા છે. તેથી તો તેમના અસિમિત પૈસા દેખીને તેમના પુત્રો ફાટીને ધુમાડે ગયા છે અને કાયદાની ઐસી કી તૈસી કરી રહ્યા છે. કેમ કે હથિયાર સાથે સિનસપાટા કરીને કોઈ જ ડર વગર સોશિયલ મીડિયામાં અપલોડ કરવા કંઇ નાના છોકરાઓના ખેલ નથી.
ઉલ્લેખનિય છે કે, અમદાવાદમાં કેટલાક નબીરોઓ દ્વારા હાઇવે ઉપર ગાડીઓ ચલાવીને સિનસપાટા કર્યા હતા. આ કેસમાં અમદાવાદ પોલીસે તમામની ધરપકડ કરીને જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા. પરંતુ અહીં તો કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ જ એક્શન લેવામાં આવી નથી.
તો બીજી તરફ શમરજનક બાબત તો તે છે કે, વિસનગરમાં ડિવાયએસપી દિનેશ સિંહ ચૌહાણની હાજરી હોવા છતાં પોલીસ નિષ્ક્રિય છે, તેને લઇને પણ પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, મહેસાણા એસપી તરૂણ દુગ્ગલ રજા ઉપર હોવાના કારણે એક મહિના સુધી મહેસાણા જિલ્લાનું ચાર્જ દિનેશ સિંહને સોંપવામાં આવ્યું હતું. હાલમાં તરૂણ દુગ્ગલે ચાર્જમાં પરત આવી ગયા છે, પરંતુ કહેવાનો અર્થ તે છે કે, દિનેશ સિંહ જેવા કાબેલ અધિકારીના નાક નીચે મસમોટા કાંડ થઇ જતાં હોય અને તેઓ પોતે પણ અજાણ હોય અથવા એક્શનમાં ન આવે તો પ્રશ્ન ઉભા થાય તે સ્વભાવિક છે.
આ પણ વાંચો- કોંગ્રેસ આકરા પાણીએ; કહ્યું- HM-CM શરમ કરો શરમ… વડોદરાવાસીઓને 2500 રૂપિયાની ભીખ આપો છે કે શું?
વિસનગર પોલીસની કામગીરીને લઈને અનેક પ્રશ્ન ઉઠી રહ્યા છે. બુટલેગરોના પુત્રો દ્વારા કાયદો હાથમાં લેવાનો કેસ હોય કે પછી 307નો ફરાર આરોપી સેધાજીને પકડવાની વાત હોય… દરેક બાબતે વિસનગર પોલીસ કાચું કાપી રહી છે. આ તમામ બાબતો શંકા ઉપજાવે છે. કેમ કે પોલીસ એટલી તો નિષ્ક્રિય ન હોય કે આંખ સામે આરોપી હોય અને તેને પકડી ન શકે. તેથી આ બંને કેસોમાં પોલીસ પડદા પાછળ ખેલ પાડતી હોવાના આક્ષેપ લાગી રહ્યા છે.
વિસનગરમાં પોલીસની નિષ્ક્રિયતાને દૂર કરવા માટે મહેસાણા એસપી તરૂણ દુગ્ગલે વ્યક્તિગત રીતે રસ લઈને કાયદેસરની કાર્યવાહી કરીને કાયદો અને વ્યવસ્થાને પુન:સ્થાપિત થાય તેવા પગલા ભરવા રહ્યા તો બીજી તરફ બુટલેગર અશોક-વિક્રમના પુત્રો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે પણ જોવાનુંં રહેશે.