તાજેતરમાં રશિયાએ ચંદ્ર પરનો એક મહત્વનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. તેણે વર્ષ 2036 સુધીમાં ચંદ્ર પર પરમાણુ પ્લાન્ટ બનાવવી યોજના બનાવી છે અને આ માટે તે ભારત અને ચીનનો પણ સહકાર માંગી રહ્યો છે. તો ભારત અને ચીને પણ આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટમાં ઊંડો રસ દાખવ્યો છે. આ ખાસ વિશેષતા ચંદ્ર પર બનનારા બેઝને ઊર્જાનો પુરવઠો પુરો પાડવાનો છે. અત્યાર સુધીમાં કોઈપણ દેશે ચંદ્ર પર આવો પ્રોજેક્ટ બનાવ્યો નથી, તેથી રશિયા, ભારત અને ચીનના સંયુક્ત સાહસ હેઠળ આ પ્રોજેક્ટ સફળ થયા ઈતિહાસ રચાશે.
આ પ્રોજેક્ટનું નેતૃત્વ રશિયાની સરકારી ન્યુક્લિયર કોર્પોરેશન રોસાટોમના હાથમાં છે. ચંદ્ર પર બનાવવામાં આવનારા પ્રથમ પરમાણુ પાવર પ્લાન્ટમાંથી અડધા મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે અને આ વીજળી ચંદ્ર પર બનેલા બેઝને મોકલાશે.
રશિયા (Russia)ની સરકારી સમાચાર એજન્સી TASSના અહેવાલો મુજબ રોસાટૉમના પ્રમુખ એલેક્સી લિખાચેવે કહ્યું કે, અમારા આ પ્રોજેક્ટમાં ભારત (India) અને ચીને (China) પણ રસ દાખવ્યો છે. રશિયાની અવકાસ એજન્સી રોસ્કોસ્મોસે (Roscosmos) જાહેરાત કરી છે કે, ચંદ્રમાં પર પરમાણુ પાવર પ્લાન્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. રશિયા અને ચીન સંયુક્ત રીતે આ કામગીરીમાં જોડાયેલા છે. આ પ્લાન્ટ વર્ષ 2036 સુધીમાં સ્થાપવામાં આવશે.