કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, બે વર્ષની અંતર ઈલેક્ટ્રીક વાહનો અને પેટ્રોલ-ડિઝલના વાહનોની કિંમતો સમાંતર થઈ જશે. તેમણે એમ પણ કહ્યું કે, અમને ઈવી પર સબસિડી આપવામાં કોઈપણ સમસ્યા નથી. આ પહેલા તેઓ બોલ્યા હતા કે, ઈવીના ઉત્પાદનનો ખર્ચ ઘટ્યો હોવાથી તેમજ ગ્રાહકો પોતાના દમ પર ઈવી અથવા સીએનજી વાહન પસંદ કરતા હોવાથી હવે ઈવી ઉત્પાદકોએ સબસિડી આપવાની જરૂર નથી.
તેમણે કહ્યું કે, હું કોઈપણ પ્રોત્સાહન આપવાના વિરોધમાં નથી. આની જવાબદારી ભારી ઉદ્યોગ મંત્રી પાસે છે. જો તેઓ ઈલેક્ટ્રીક વાહન પર વધુ ઈન્સેટિવ આપવા ઈચ્છે છે, તો મને કોઈ સમસ્યા નથી. હું માનું છું કે, ઉત્પાદનની સંખ્યા પણ વધી રહી છે, સબસિડી વિના તમે તે ખર્ચ જાળવી શકો છો કારણ કે ઉત્પાદનની કિંમત ઓછી છે. ઈલેક્ટ્રીક વાહન સરળતાથી મળી રહે છે અને બે વર્ષની અંદર ઈલેક્ટ્રીક વાહનની કિંમતો પેટ્રોલ-ડિઝલના વાહનોની કિંમતો જેટલી થઈ જશે. તેથી તેમને સબસિડી આપવાની જરૂર નથી, કારણ કે પહેલેથી જ ઈંધણના રૂપે ઈલેક્ટ્રીકથી બચત થઈ રહી છે.
તેમણે વધુમાં કહ્યું કે, ‘જોકે તેમ છતાં નાણાંમંત્રી અને ભારી ઉદ્યોગ મંત્રી સબસિડી આપવા માંગે છે અને તેનાથી તેમને ફાયદો થઈ રહ્યો છે, તો મને તેનાથી કોઈ વાંધો નથી. હું તેનો વિરોધ નહીં કરું.’ ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે દેશમાં કુલ વાહનોના વેચાણમાં ઈલેક્ટ્રીક વાહનોની હિસ્સો 6.3 ટકા હતા, જ્યારે આ વર્ષે આ હિસ્સો 50 ટકાને પાર કરી ગયો છે.