સિનિયર સિટીઝનને પીએમ મોદીની મોટી ભેટ; આયુષ્યમાન યોજના હેઠળ અપાશે ₹5 લાખની મફ્ત સારવાર

આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ હેઠળ 70 વર્ષથી ઉપરના તમામ વડીલોને ‘આયુષ્માન યોજના’માં સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપતા જણાવ્યું કે આ નિર્ણયનો હેતુ 4.5 કરોડ પરિવારના 6 કરોડ વડીલોને 5 લાખ રૂપિયાના મફત આરોગ્ય વીમા કવરથી લાભ આપવાનો છે.

સરકારે જણાવ્યું કે આ યોજનામાં પાત્ર લાભાર્થીઓને એક નવું અલગ કાર્ડ જારી કરવામાં આવશે. કેબિનેટ બેઠક બાદ અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું કે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વડીલોને આયુષ્માન ભારત PM જન આરોગ્ય યોજનાના અંતર્ગત કવર કરવામાં આવશે.

આ અંગે સરકાર તરફથી આગામી સમયમાં વધારે માહિતી આપવામાં આવશે. હાલમાં પાંચ લાખ રૂપિયા સુધી ફ્રિમાં સારવાર આપવાની માહિતી સામે આવી રહી છે. જોકે, આ સારવાર કેવી રીતની હશે તેના અંગે આગામી સમયમાં માહિતી સામે આવી શકે છે.