ગુજરાતમાં ચાલુ પગારે સરકારી કર્મચારીઓ ગેરહાજર રહી ઉપડી જવાનું સુવ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યુ હોવાની અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આ વચ્ચે રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં કાર્યસ્થળે ગેરહાજર રહી પગાર લેતા હોવાનો પર્દાફાશ થયો છે.
જામકંડોરણા તાલુકા પંચાયતમાં આઉસોર્સિંગમાં એજન્સી મારફત કર્મચારી તરીકે કામ કરતા પ્રિયંકાબેન રાંક જેમણે લગભગ એક વર્ષ કે તેથી વધારે સમયથી ગેરહાજર રહી પગાર મેળવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જામકંડોરણાના RTI એક્ટીવિસ્ટ જયેન્દ્રસિંહ ગૌવુભા ચોહાણ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે
વાત જાણે એમ છે કે જામકંડોરણા તાલુકા પંચાયતમાં બાંધકામ શાખામાં કોમ્પ્યુટર ઓપરેટરમાં કરાર આધારિત એટલે કે આઉસોર્સિંગમાં ઇન્દ્રા એન્ટરપ્રાઇઝ એજન્સી મારફત છેલ્લા એક વર્ષથી કર્મચારી તરીકે નિમાયેલા પ્રિયંકાબેન એન. રાંક જે તાલુકા પંચાયત ઓફિસ ખાતે ફરજ પર રહ્યા વગર પગાર મેળવી લીધો હોવાની વિગતો બહાર આવી છે.
RTI એકટીવિસ્ટે માહિતી માંગતા ફૂટ્યો ભાંડો
છેલ્લા એકાદ વર્ષથી આ મહિલા કર્મચારી પોતાના પતિદેવના કારણે તાલુકા પંચાયત ઓફિસ ખાતે ક્યારેય કામના સ્થળે હાજર રહ્યા નથી અને મસ્ટર રોલમાં ખોટી હાજરી પૂરી પગાર મેળવતા હતા. પૂર્વ આયોજીત કોભાંડમાં તાલુકા પંચાયતના કર્મચારીઓ સાથે આ કરાર આધારિત કર્મચારી રાજકીય વગ ધરાવતા હોવાથી સમગ્ર કાંડ ચાલતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
જામકંડોરણા તાલુકા પંચાયતમાં બાંધકામ શાખામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે મહિલા કર્મચારીના પતિ નીરવ રાંક સમગ્ર કારભાર સંભાળતા હોવાથી કાંડ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યું હતું. તાલુકા પંચાયતના 15માં નાણાંપંચમાં તેમના પતિ પણ આઉસોર્સિંગમાં કરાર આધારિત કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. જે બાંધકામ શાખામાં જ ફરજ પર છે. જેથી મસ્ટર રોલ પણ મહિલાના પતિ સહી કરીને સમગ્ર કૌભાંડ ચલાવી રહ્યા હતા.
RTI એક્ટિવિસ્ટરએ આ આખું કૌભાંડ ઉજાગર થાય તે માટે સીસીટીવી માંગેલા પરંતુ અધિકારી દ્વારા સીસીટીવી આપેલા નહીં આ બાબતે અપીલમાં જતા, વડી કચેરીએ આપીલમાં હુકમ કરતા સીસીટીવી આપવાના આદેશ કર્યો પરંતુ તાલુકા પંચાયત ના અધિકારી દ્વારા હુકમનો પણ ઉલ્લંઘન કરવામાં આવ્યો હતોયૃ. આખરે આ એક્ટિવિસ્ટ અપીલમાં ગયેલ છે. કૌભાંડ ઉજાગર ન થાય તે માટે અનેક પ્રકારનો ઢાક પીછાડો કરવામાં આવી રહ્યા છે.
જ્યારે આજ બાબતે તાલુકા પંચાયતમાંએ TDO કામળિયા પાસેથી સમગ્ર કારણ જાણવાનું પ્રયત્ન કરતા તેમને કાઇ પણ પ્રકારની ખબર ન હોવાની કબૂલાત કરી હતી. જે અધિકારીઓ તાલુકા પંચાયત કચેરીમાં બનતા બનાવો અને સમગ્ર તાલુકા પંચાયતનું સંચાલન કરતા હોય પરંતુ ક્યાંક રાજકારણ કે દાજી જવાના બીકે અધિકારીઓ અત્યારે પોતાનો બચાવ કરી રહ્યા હોવાનું સ્પષ્ટપણે સામે આવ્યું હતું.
જામકંડોરણા તાલુકા પંચાયતના ઇન્ચાર્જ ટીડીઓ વણપરિયા જે હાલ જેતપુરના હોઈ જેથી સમગ્ર મામલે તેમની પાસેથી વિગતો માંગતા તેમને જણાવેલ કે મારા ઇન્ચાર્જ સમયમાં આ વાત મારા ધ્યાને આવતા બેન પાસેથી તારીખ 01,08 ના રોજ રાજીનામું લઈ લીધું હતું. આ રાજીનામું જે તે આઉટસોર્સિંગ એજન્સીને તારીખ 03,08 ના રોજ મોકલી આપવામાં આવ્યું હતું.
આમ આ સમગ્ર મામલો ક્યાંક ક્યાંય કાચુ કપાય રહ્યું છે, તો કૌભાંડને બહાર ન આવવા દેવાની ભરપૂર કોશિશ કરવામાં આવતી હોવાનું સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે. ઓફિસના તમામ કર્મચારીઓ અને ટીડીઓ દ્વારા વાતને દબાવવાનો પ્રયત્ન થયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જ્યારે મીડિયા પહોંચ્યું અને આ રાજીનામું લેટર લખાવયો હોઈ તેઓ સ્પષ્ટપણે દેખાઈ આવે છે ને આવા કૌભાંડીઓને આવા અધિકારીઓ તેમજ રાજકીય લોકો છાવરતાં હોવાનું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. આ બાબતે ખરેખર ખાતાકીય તપાસ થવી જરૂરી છે.