ઇન્દિરા ગાંધી જેવી સ્થિતિ થશે, રાહુલ ગાંધી આતંકવાદી છે, રાહુલ ગાંધીની જીભ કાપી નાખો, આવા હુમલાઓ અચાનક વધી ગયા છે. આ તમામ નિવેદનો ભાજપના નેતાઓ તરફથી આવી રહ્યા છે. આ નિવેદનો સામે કોંગ્રેસે આજે પ્રદર્શન કર્યું છે. સવાલ એ છે કે વડાપ્રધાન અને ગૃહમંત્રી મૌન કેમ છે?
ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલના જણાવ્યા પ્રમાણે એક રીતે, હિંસા ઉશ્કેરતા આ નિવેદનો પર પ્રતિબંધ કેમ નથી? ગયા વર્ષે દિલ્હીમાં એક પોસ્ટર લગાવવામાં આવ્યું હતું, ‘મોદી હટાવો, દેશ બચાવો’, આ પોસ્ટરમાં એવું શું હતું કે દિલ્હીમાં 40 થી વધુ FIR દાખલ કરવામાં આવી અને લોકોની ધરપકડ કરવામાં આવી.
અહિયા રાહુલ ગાંધીને આતંકવાદી ગણાવનાર કેન્દ્રીય મંત્રી સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી?
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતી ભાઈ-બહેનોને સ્મરણમાં રહે કે એક પુલ ઉપર પ્રધાનમંત્રીની ગાડીનો કાફલો 15 મિનિટ ટ્રાફિકને કારણે રોકાયો અને કોર્પોરેટ સાધુઓએ હનુમાન ચાલીસાના પાઠ અને યજ્ઞો શરુ કર્યા. અહીંયા સવાલ કોના પ્રત્યે કેટલી સંવેદના ધરાવો છો તે નથી પરંતુ મોદી જોહુકમીની સત્તા સામે કે તેના બેશરમ વહીવટની માનસિકતા સામે સૌ મૌન છે તેના પર છે.