વહીવટદાર ‘રાજ’ કેવી રીતે બની ગયો મસમોટો બિલ્ડર; વટવામાં અનેક બિલ્ડીંગોમાં સાઇલન્ટ ભાગીદારી

અમદાવાદ: દેવાંગ આચાર્ય; આપણે રાજ અંગેની આગળની સ્ટોરીમાં જાણ્યું કે, અમદાવાદના ત્રણ પોલીસ સ્ટેશનનું વહીવટ સંભાળનાર રાજનું એકચક્રિય શાસન ચાલી રહ્યું છે. આ ત્રણ વિસ્તારમાંથી તેણે પોલીસ કમિશ્નર જી.એસ મલિક પણ હટાવી શક્યા નથી. ગુનાહિત કામગીરીમાં સંડોવાયેલા પોલીસ કર્મચારીઓના કારણે તો પોલીસ બેડાની ભૂમિકામાં ધરખમ ફેરફાર થઇ રહ્યા છે. રાજ જેવા પોલીસની વર્ધીમાં રહેલા ગુનાહિત માનસિકતા ધરાવતા પોલીસ કર્મચારીઓના કારણે જ પોલીસ ખાતું બદનામ થયું છે તો અન્ય પોલીસ કર્મચારીઓ પણ પૈસા કમાવવા તેના રસ્તા ઉપર ચાલી નિકળે છે અને તેથી જ વર્તમાન સમયમાં રક્ષણ કરનારી પોલીસ જ ભક્ષક બની બેસી છે.

પોલીસ બેડાના વિશ્વસનિય સુત્રો પાસેથી મળી રહેલી એકદમ નવી માહિતીથી એક વખત ફરીથી રાજ અંગે કેટલાક અન્ય ખુલાસા કરીશું કે, એક નાનકડો વહીવટદાર વર્તમાન સમયમાં કેવી રીતે મસમોટો બિલ્ડર બની ગયો છે. એક સમયે દેશી દારૂના સ્ટેન્ડો ઉપરથી પૈસા ઉઘરાવનાર વહીવટદારની બિલ્ડર બનવાની યાત્રા ઘણા સમય પહેલા જ શરૂ થઇ ગઈ હતી.

રાજ એલઆર (લોકરક્ષક દળ)માં જોડાયો ત્યારથી અત્યાર સુધી પોલીસ ખાતામાં વહીવટદારીનું કામ કર્યું છે. પોલીસનું ખરૂ કામ શું હોય તેનો પણ કદાચ રાજને ખ્યાલ હશે નહીં. રાજને માત્ર વહીવટદારી કરવાનું જ ફાવે છે. ગમે ત્યાંથી પૈસા ઉભા કરવામાં રાજની માસ્ટરી છે. જણાવી દઇએ કે, રાજનો જ્યાં એકચક્રિય શાસન ચાલે છે, ત્યાંના એક વિસ્તારમાં ઓછામાં ઓછી નાની મોટી પાંચ હજાર ફેક્ટરીઓ આવેલી છે. તેથી આખો દિવસ રાજ પોતાની ગાડીમાં ત્યાંના જ આંટા-ફેરા કરીને પોતાના માટે નવા શિકાર શોધતો રહેતો હોય છે.

આ પણ વાંચો-ચેપ્ટર-1 અમદાવાદના એક વહીવટદાર કોન્સ્ટેબલ સામે પોલીસ કમિશ્નરના પણ નથી વાગી રહ્યાં ગજ!!!

આ અંગેના પુરાવા તો એકદમ સરળ રીતે મળી જાય તેમ છે. જો પોલીસ કમિશ્નર રાજની ફરજ સ્થળના સીસીટીવી ચેક કરવામાં આવે તો પણ ખ્યાલ આવી જાય કે, રાજ પોતાની ફરજના સ્થળ ઉપર તો ફરકતો પણ નથી. પરંતુ સીપીની અંદર કદાચ રાજને ઠળીને ઠામ કરવા જેટલો પાવર હોય તેવું દેખાઇ રહ્યું નથી. કેમ કે, સીપી ઓફિસથી માત્ર એક કિલોમીટરના અંતરે આવેલા આખા વિસ્તારને દારૂનો અડ્ડો બનાવી દેવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ કમિશ્નર પોતાની ઓફિસથી અડધા કિલોમીટર કે એક કિલોમીટરની અંદર દારૂના દૂષણને ડામી શક્યા નથી, તેથી સીપીના પાવરને લઈને પણ પ્રશ્ન ઉભા થયા છે.

સીપીના વિસ્તારમાં દારૂનું દૂષણ ફેલાવવામાં રાજની મહત્વની ભૂમિકા છે. દારૂના સ્ટેન્ડોને તેના દ્વારા જ પરવાનગી આપવામાં આવે છે. પોલીસ કમિશ્નર ઓફિસ વિસ્તારને પણ રાજ દ્વારા બક્ષવામાં આવ્યું નથી. આ વિસ્તારને પણ દારૂનો અડ્ડો બનાવીને મૂકી દીધી છે. તો બીજી તરફ કદાચ પોલીસ કમિશ્નરને ખ્યાલ પણ નહીં હોય કે તેમનો અડ્ડો સામાજિક દૂષણ એવા દારૂનો અડ્ડો બની ગયો છે. જ્યાં પોલીસ કમિશ્નર બેસે છે, ત્યાંથી માત્ર અડધા કિલોમીટર દૂર લોકો એકદમ મોજથી દારૂની મોજ માણી શકે છે. તેવામાં દારૂબંધી અંગેની પોલીસ કમિશ્નરની વાત બેઇમાની સાબિત થઇ શકે છે.

વહીવટદાર બની રહેવા રાજ PIને પણ આપે છે ત્રાસ

પોલીસ સુત્રો પાસેથી રાજ વિશે ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. મળી રહેલી માહિતી અનુસાર, રાજ પોતાની વહીવટદારી ટકાવી રાખવા માટે પીઆઈને પણ ત્રાસ આપતો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. રાજ એલઆરમાં લાગ્યો હતો ત્યારથી અત્યાર સુધી વહીવટદારીનું કામ કર્યું છે. તો વર્તમાન સમયમાં ત્રણ-ત્રણ મલાઇદાર વિસ્તારના પોલીસ સ્ટેશનોનું વહીવટ સંભાળી રહ્યો છે. વિશ્વસનિય સુત્ર પાસેથી મળી રહેલી માહિતી અનુસાર રાજ પીઆઈને પણ પોતાનું કામ ટકાવી રાખવા માટે વિવિધ રીતે ટોર્ચર કરે છે. પોલીસ સ્ટેશનના પીઆઈને તેમના ઉપલા અધિકારી કે નેતાઓ પાસે ફોન કરાવીને ટોર્ચર કરાવે છે. આમ પોતાના કામ કઢાવવા માટે અને નવા પીઆઈ આવે તો પોલીસ સ્ટેશનનો વહીવટદાર બનેલો રહેવા માટે પીઆઈને ત્રાસ આપતો રહે છે.

રાજ ગુનાહિત દુનિયાનો બેતાજ બાદશાહ બની બેસ્યો છે. પોલીસ સ્ટેશનના પીઆઈથી લઈને મસમોટા અધિકારીઓ પણ તેના ઉપર હાથ નાંખી શકી રહ્યા નથી. અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ મલિક પણ પોતાના વિસ્તારને દૂષણ મુક્ત રાખી શક્યા નથી તો અન્ય પીઆઈ કે પીએસઆઈની તો રાજ સામે શું પીપુડી વાગવાની?

રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી મૌન કેમ? કોંગ્રેસનો સવાલ

 રાજ બિલ્ડર બની ગયો; હવે તો તેના પાસે અબજોની બેનામી સંપત્તિ

એક-બે દિવસમાં રાજ બિલ્ડર બન્યો નથી. બિલ્ડર બનવા પાછળ ઘણા બધા વર્ષોની મહેનત છે, તે વાતને આપણે નકારી શકીએ નહીં. સૌથી પહેલા તે નાના બિલ્ડરો સાથે સાઇલેન્ટ ભાગીદારી કરતો હતો. હવે તો તે મોટી-મોટી બિલ્ડીંગોમાં પાર્ટનરશીપ કરીને કરોડો રૂપિયાનું રોકાણ કરી રહ્યો છે. અમદાવાદના વટવા વિસ્તારમાં અનેક મિલકતોમાં તેની સાઇલન્ટ ભાગીદારી હોવાની માહિતી સામે આવી છે.

રાજની કરોડો રૂપિયાની બેનામી સંપત્તિને પકડવી હોય તો સીબાઆઈ કે ઇડીને મેદાનમાં ઉતરવું પડશે. રાજ દ્વારા જેટલી પણ બિલ્ડીંગોમાં કે અન્ય બાંધકામમાં પોતાની પાર્ટનરશીપ કરી છે, તે તમામ જગ્યાએ સાઇલેન્ડ પાર્ટનરશીપ કરી છે. તેથી તેને પકડી પાડવા માટે ઇડી કે સીબીઆઈને જ મેદાનમાં ઉતરવું પડી શકે છે.

અમદાવાદના ક્યાં વિસ્તારમાં કેટલી બિલ્ડીંગોમાં રાજ દ્વારા ભાગીદારી કરવામાં આવી છે, તે અંગેનો વિસ્તારપૂર્વકનો અહેવાલ આગામી સ્ટોરીમાં પ્રકાશિત કરવામાં આવશે. તો આવતા અંકે વાંચવા મળશે રાજની રાજલીલા