રાજકોટથી એક હચમચાવી મૂકે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. બેન્ક લોન સહિતના અન્ય દેવાઓમાં ડૂબી ગયેલા એક પરિવારના 8 સભ્યોએ સામૂહિક રીતે આપઘાત કરી લેવાનો પ્રયાસ કરતાં હડકંપ મચી ગયો છે.
તાજેતરની મળતી માહિતી અનુસાર આ એક સોની પરિવારે બધાએ ઝેરી દવા ગટગટાવી લીધી હોવાના અહેવાલ છે. હાલમાં પરિવારની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાની માહિતી મળી રહી છે.
મળતી માહિતી અનુસાર સોની પરિવારને વેપારમાં નુકસાન થયું હતું. મુંબઈની પેઢીઓ તેમના પાસેથી સોના-ચાંદીના દાગીના લઈ ગઈ પરંતુ તેનું પેમેન્ટ ન કરતાં સોની પરિવાર દેવામાં ગરકાવ થયો હતો.
આ પણ વાંચો-ઉનાવા મીરાદાતારના ટ્રસ્ટી ઉપર દરગાહની જમીન વહેંચી મારવાનો ગંભીર આરોપ; યોગ્ય દિશામાં તપાસ કરવા માગ
પૈસાનું સર્ક્યુલર ન થવાના કારણે તેઓ આર્થિક રીતે ભાંગી પડ્યા હતા. બેન્કમાંથી લોન લીધી હોવાને કારણે તેઓ હપ્તા ભરવા પણ સક્ષમ રહ્યા નહોતા. તો બીજી તરફ પ્રતિદિવસે વ્યાજ વધતાં દેવું વધી રહ્યું હતું કેમ કે મુંબઈની પેઢીએ કરોડો રૂપિયાનું પેમેન્ટ ચૂકવ્યું જ નહોતું.
તો બીજી તરફ પરિવારના માથે કરોડો રૂપિયાનું દેવું થઇ જવાના કારણે અંતે આખા પરિવારે સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. મળી રહેલી માહિતી અનુસાર કુલ 9 લોકોએ ઝેરી દવા ગટગટાવી હતી પરંતુ તેમાંથી એક બચી જવાને કારણે તેણે અન્યોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.