Tirupati Balaji Temple : આંધ્ર પ્રદેશ સ્થિત તિરુપતિ બાલાજી મંદિર હાલ ચર્ચામાં છે. આંધ્ર પ્રદેશની ચંદ્રબાબુ નાયડૂ સરકારે ગગન મોહન સરકાર દરમિયાન મંદિરના પ્રસાદમાં ભેળસેળનો આરોપ લગાવ્યો છે. સત્તાધારી તેલુગુ દેશમ પાર્ટી (TDP) એ એક લેબ રિપોર્ટને ટાંકીને આરોપ લગાવ્યો હતો. સમગ્ર વિવાદની વચ્ચે સરકારે આંધ્ર પ્રદેશ સરકાર પાસે રિપોર્ટ મંગાવ્યો છે અને કહ્યું છે કે, FSSI લેબ રિપોર્ટની તપાસ કરશે.
જોકે, હવે તિરૂપતિ બાલાજી મંદિરનો વિવાદ અમદાવાદ સુધી પહોંચી ગયું છે. લાડુમાં વપરાયેલા એનિમલ ફેટવાળું ઘી અમૂલનું હોવાની X પર પોસ્ટ કરનાર સામે અમૂલના કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે.
તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદનો વિવાદ અમદાવાદ સુધી પહોંચ્યો છે. અમૂલના કર્મચારી દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં X પર પોસ્ટ કરનારી વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. પ્રસાદમાં ઘી મામલે અમૂલ દ્વારા ઘી સપ્લાય કરવામાં આવ્યું હોવાનું X પર પોસ્ટ મૂકવામાં આવી હતી. એને લઈને વિવાદ સર્જાયો હતો. અમૂલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા હોવાની સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
હવે તિરૂપતિ બાલાજી મંદિરનો વિવાદ અમદાવાદ સુધી પહોંચી ગયું છે. લાડુમાં વપરાયેલા એનિમલ ફેટવાળું ઘી અમૂલનું હોવાની X પર પોસ્ટ કરનાર સામે અમૂલે ફરિયાદ નોંધાવી છે. @GujaratPolice @DairyAmul @Amul_Coop @AhmedabadPolice pic.twitter.com/aa2vpASyTb
— Gujarat times 24 (@tunvarM) September 21, 2024
સેટેલાઈટમાં હેમંત ગાવની અમૂલમાં છેલ્લાં 30 વર્ષથી નોકરી કરે છે. 20 સપ્ટેમ્બરે તેઓ દિલ્હી ગયા હતા. પરત અમદાવાદ એરપોર્ટ પર આવ્યા ત્યારે તેમને X પર અલગ અલગ એકાઉન્ટથી તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુ બનાવવા વપરાયેલા એનિમલ ફેટવાળું ઘી અમૂલનું હોય એવી પોસ્ટ તેમના ધ્યાન ઉપર આવી હતી. આ પોસ્ટના કારણે અમૂલ સહકારી સંસ્થાને નુકસાન તથા હાનિ પહોંચાડવાના ઈરાદાથી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા દુશ્મનાવટની ધિક્કારની અને દ્વેષ ઉદભવે એ પ્રકારની અફવા ફેલાઈ હતી.
તેથી તેમણે સાઇબર ક્રાઇમમાં અફવા ફેલાવનારાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.