વાપી : નેશનલ હાઇવે નંબર 48 ના ટોલટેક્સ માં 90 ટકા વધારા થી ટ્રાન્સપોર્ટરોમાં વિરોધ, ટ્રાન્સપોર્ટરો લડી લેવાના મૂડમાં

વાપીઃ કેન્દ્ર સરકારના પરિવહન વિભાગ દ્વારા વાપીના બગવાડા અને નવસારીના બોરીયાચ ટોલ પ્લાઝા પર ટોલટેક્સ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે જેમાં વાહનોની કેટેગરી મુજબ 40 થી 90 ટકા મુજબ ટોલટેક્સમાં વધારાની જાહેરાત નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કરવામાં આવી છે. આ જાહેરાત બાદ વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, વાપી ટ્રાન્સપોર્ટ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી.

જેમાં વાપી ટ્રાન્સપોર્ટર એસોસિયેશનના પ્રમુખ ભરતભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે ટોલટેક્સમાં 40 થી 90 ટકા સુધીનો વધારો ચલાવી લેવામાં નહીં આવશે આ ઘરખમ વધારાનો અમે વિરોધ કરીએ છીએ આગામી દિવસોમાં સ્થાનિક સાંસદ ધારાસભ્ય અને કલેક્ટરને આવેદનપત્ર આપી ટોલટેક્સમાં વધારો પાછો ખેંચવાની માંગ કરવામાં આવશે. બગવાડા ટોલનાકા ખાતે આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે હજારો વાહન ચાલકોએ વધારે ટોલ ટેક્સ ચૂકવવો પડશે.

વાપી વલસાડ જિલ્લાના વાહન ચાલકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે નેશનલ હાઈવે ઓથોરિટીના રોડ સામે છેલ્લા ચાર મહિના રોડ ઉપર મોટા ખાડો પડી જાય છે જેને લઈને ટ્રકોમાં ભારે નુકસાની થાય છે અને આવકમાં પણ ઘટાડો થતો હોય છે કારણ કે નવસારી થી લઈને ઉમરગામ દહાણુ સુધી નેશનલ હાઈવે ની હાલત ખૂબ જ ખખડધજ હોય છે અને સરકારે એમાં કોઈ પણ જાતનું ધ્યાન આપવા વગર ટોલટેક્સ જો વધારવામાં આવશે તો અમે આ ટોલટેક્સ વિરોધ આંદોલન કરીશું.

વધારો શા માટે કરાયો કોઈને ખબર જ નથી વાપીના બગવાડા ટોલનાકા પાસે 90 ટકા સુધી ટોલટેક્સમાં વધારે કયા કારણે કરાયો તે હજુ સુધી કોઈને ખબર નથી બગવાડા ટોલનાકા સંચાલકો પણ અમલીકરણ મુદ્દે મૂંઝવણમાં છે બીજી તરફ 781 કરોડના ખર્ચે નવા થનાર હાઇવે માટે ટોલટેક્સમાં ૯૦ ટકા સુધીનો વધારો ઝીંકાયો હોવાની ચર્ચા ચાલી રહી છે. સુરત થી વાપી સેક્શન વચ્ચે આવતા બોરીયાદ અને બગવાડા ટોલનાકા પરથી આજથી નવો દર લાગુ પડશે વાહન ચાલકો નેશનલ હાઈવે ઓથોરિટી સામે આક્રોશ વધી રહ્યો છે.