ન્યૂયોર્કના PM મોદીનો મેગા શો; જાણો પીએમ મોદીએ અમેરિકામાં પોતાના સંબોધનમાં ભારત વિશે શું કહ્યું!!!

પીએમ મોદી આ દિવસોમાં અમેરિકાના પ્રવાસે છે અને ત્યાં રવિવારે એમને ન્યૂયોર્કના નાસાઉ કોલિઝિયમમાં એનઆરઆઈને સંબોધિત કર્યા હતા અને ભારતના વિકાસ વિશે માહિતી આપી હતી. આ દરમિયાન, પીએમ મોદીએ અર્થતંત્ર, પર્યાવરણથી લઈને વૈશ્વિક સંકટો સુધીના ઘણા મુદ્દાઓ પર ભારતનું વલણ વિશ્વ સમક્ષ રજૂ કર્યું હતું.

રવિવારે ન્યૂયોર્કમાં ભારતીય પ્રવાસીઓને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે અને આખી દુનિયા ભારતને ગંભીરતાથી લે છે. અત્યારે દુનિયા આ શબ્દની ગંભીરતા સમજી ગઈ છે આ યુદ્ધનો યુગ નથી.

સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની વ્યાખ્યા નવી રીતે રજૂ કરતાં કહ્યું કે, ‘વિશ્વ માટે AI એટલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, પણ હું માનું છું કે AI એટલે અમેરિકન-ભારતીય…અમેરિકા ઈન્ડિયા, આ AI દુનિયા માટે નવી શક્તિ છે અને છે આ AI ભાવના ભારત-અમેરિકા સંબંધોને નવી ઊંચાઈ આપી રહી છે.’

ભારતમાં વિકાસ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું, “ભારત આજે તકોની ભૂમિ છે, હવે ભારત તકોની રાહ જોતું નથી. હવે ભારત તકોનું સર્જન કરે છે. ભારત આજ જેટલું જોડાયેલું ક્યારેય નહોતું. આજે ભારતનું 5G માર્કેટ અમેરિકા કરતાં મોટું થઈ ગયું છે અને આ બધું બે વર્ષમાં થયું છે હવે ભારત મેડ-ઇન-ઈન્ડિયા 6જી પર કામ કરી રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું, “ભારત અહીં અટકવાનું નથી. ભારત ઈચ્છે છે કે વિશ્વના દરેક ડિવાઇસ મેડ ઈન ઈન્ડિયા સેમિકન્ડક્ટર ચિપ્સ પર ચાલે. અમે સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે પહેલની જાહેરાત કરી છે.”

વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે દરેક ક્ષેત્રને આગળ લઈ જવાની નીતિ બનાવી છે. અમે લોકોને સસ્તો ડેટા આપવા પર કામ કર્યું. આજે દરેક મોટી બ્રાન્ડનો મોબાઈલ ભારતમાં બને છે. ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક છે. એક સમય હતો જ્યારે ભારત મોબાઈલ આયાત કરતું હતું અને આજે મોબાઈલની નિકાસ કરે છે.’

”આજે ભારત પાછળ નથી રહ્યું, આજે ભારત આગળ છે. ભારતનું UPI સમગ્ર વિશ્વને આકર્ષી રહ્યું છે. તમારા ખિસ્સામાં વોલેટ છે પણ ભારતમાં લોકો પાસે ઈ-વોલેટ છે. ભારતના લોકો પાસે ડિજી લોકર છે.”

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આજે સમગ્ર વિશ્વ સાથે અમારી ભાગીદારી વધી રહી છે. અગાઉ ભારત સમાન અંતરની નીતિ અપનાવતું હતું. હવે ભારત સમાન નિકટતાની નીતિને અનુસરી રહ્યું છે.

મહિલા સશક્તિકરણનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે સરકાર દ્વારા બનાવવામાં આવેલા કરોડો ઘર મહિલાઓના નામે નોંધાયેલા છે. ભારતમાં ખોલવામાં આવેલા કરોડો બેંક ખાતાઓમાંથી અડધાથી વધુ ખાતા મહિલાઓ દ્વારા ખોલવામાં આવ્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષોમાં ભારતમાં દરેક ક્ષેત્રમાં આગળ વધ્યું છે. માત્ર એક દાયકામાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આવું એટલા માટે થયું કારણ કે અમે જૂની વિચારસરણી બદલી છે. અમે ગરીબોના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.