રાજસ્થાનનું જોધપુર બની રહ્યું છે બળાત્કારનું કેપિટલ; દોઢ મહિનામાં સાત રેપ

રાજસ્થાનના જોધપુરમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલમાં પણ એક આવી જ ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક 15 વર્ષની છોકરી પર બે 15 વર્ષના સગીર છોકરાઓએ ગેંગરેપ કર્યો હતો. બંને છોકરાઓએ સગીરને જન્મદિવસની પાર્ટીના બહાને બોલાવીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.

પાછલા દોઢ મહિનામાં મહિલાઓ પર રેપની સાતમી ઘટના છે. 12 ઓગસ્ટે 11 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર થયો હતો, 18 ઓગસ્ટે અઢી વર્ષની બાળકી પર બળાત્કાર થયો હતો, 25 ઓગસ્ટે 15 વર્ષની સગીર બાળકી પર બળાત્કાર થયો હતો. જોધપુરમાં 30 ઓગસ્ટે 17 વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કાર થયો હતો અને 2 સપ્ટેમ્બરે 15 વર્ષની બાળકી પર બળાત્કાર થયો હતો. જો કે મોટાભાગના કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ પણ કરી હતી. પરંતુ મહિલાઓ પર અત્યાચારના સતત વધી રહેલા કિસ્સાઓ ચિંતાનો વિષય છે.

રાજસ્થાનના જોધપુરમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલમાં પણ એક આવી જ ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક 15 વર્ષની છોકરી પર બે 15 વર્ષના સગીર છોકરાઓએ ગેંગરેપ કર્યો હતો. પહેલા બંને છોકરાઓએ સગીરને જન્મદિવસની પાર્ટીના બહાને બોલાવ્યો અને પછી સમગ્ર ઘટનાને અંજામ આપ્યો.

હાલ આ ઘટના બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ આરોપીઓની શોધમાં વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ અને અન્ય તથ્યો એકત્ર કરી રહી છે.