અમદાવાદ: દાણીલીમડાના યુવકે પોતાના જ મિત્ર સાથે કરી 1 કરોડ 25 લાખ રૂપિયાની છેતરપિંડી; જાણો કેવી રીતે કરી ગદ્દારી

  • અમદાવાદ: દાણીલીમડાના યુવકે પોતાના જ મિત્ર સાથે કરી 1 કરોડ 25 લાખ રૂપિયાની છેતરપિંડી; જાણો કેવી રીતે કરી ગદ્દારી
  • વિશ્વાસઘાતનું બીજી નામ એટલે અમીન ચાંદાડોશીવાલા; પોતાના મિત્રનું કરોડોનું ફુલેકું ફેરવીને ધકેલ્યો મોતના મોઢામાં

ક્રાઇમ સ્ટોરી: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં 1 કરોડ 25 લાખની છેતરપિંડીનો કેસ નોંધાયો છે. આ કેસ નોંધાવવા માટે ફરિયાદીના ચપ્પલ પણ ઘસાઇ ગયા હતા. પરંતુ અંતે કાયદો કાયદાનું કામ કરી ગયો હતો. પોલીસ સ્ટેશનોમાં પ્રતિદિવસ હજારોની સંખ્યામાં કેસ નોંધાતા હોય છે. પરંતુ આ કેસ થોડો અલગ છે. કેમ કે આ કેસમાં એક મિત્ર દ્વારા અન્ય મિત્રને એક કરોડ 25 લાખ રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો છે. આ કેસ વિશ્વાસઘાત કેવી રીતે કરવો તેનો ઉત્તમ ઉદાહરણ બની ગયો છે. વિશ્વાસઘાતનું બીજું નામ અમીન પાડી દઇએ તો પણ વાંધો નહીં રહે. કેમ કે જે રીતે તેને પોતાના મિત્રને પોતાની ઝાળમાં ફસાવવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો અને તેના પાછળ સમય આપીને તેને અમલમાં મૂક્યું તેને જોતા તો આમીનનું નામ પણ વિશ્વાસઘાત કરી દઇએ તો પણ કંઇ ખોટું ગણાશે નહીં.

આ વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરવાના કેસમાં આમીન યાસીન ભાઈ ચાંદાડોશીવાલા આરોપી છે, જ્યારે ફૈઝમહંમદ મહેબુબભાઈ ઢાંકણીવાલા ફરિયાદી છે. વાત જાણે તેમ છે કે, અમીન અને ફૈઝમહંમદ એકબીજાને ચાર-પાંચ વર્ષથી ઓળખતા હતા. એક વખત તો અમીન ફૈઝમહંમદને નોકરીએ પણ રખાવ્યો હતો. ફૈઝમહંમદને નોકરી રખાવ્યાના ચાર-પાંચ વર્ષ પછી ઘણું બધું બદલાઇ ગયું હતું. ફૈઝમહંમદે પોતાની મોબાઈલ વેચાણની દુકાન શરૂ કરી દીધી હતી. કેમ કે ક્રોમા સહિતની દુકાનોમાં નોકરી કરવાના કારણે તેને સારો એવો અનુભવ થઈ ગયો હતો. તેથી તેણે ઓપ્પો-વીવોની ફ્રેન્ચાઇઝી સહિત મોબાઈલ એસેસરિઝની દુકાન શરૂ કરી હતી.

જોકે, ફૈઝમહંદનો એક વખત ફરીથી અમીન સાથે ભેટારો થઈ જાય છે. આમ વર્ષો પછી ફરીથી મળેલા મિત્રો વચ્ચે ઘણો લાંબો વાર્તાલાપ થાય છે. આ દરમિયાન અમીને ફૈઝમહંમદને ઓનલાઇન આઇફોન ખરીદીને વેચવાનો ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું. તેમાં પણ તેને ઉમેરો કર્યો કે, તારી પણ મોબાઈલ વેચવાની દુકાન છે તો તું પણ ક્રેડિટ કાર્ડથી ઓનલાઈન આઈફોન ખરીદીને મને આપીશ તો હું તને સારૂ એવું કમિશન અપાવીશ.

આ પણ વાંચો-અમદાવાદના એક વહીવટદાર કોન્સ્ટેબલ સામે પોલીસ કમિશ્નરના પણ નથી વાગી રહ્યાં ગજ!!!

આમ ફરિયાદીના નજરમાં અમીન એક ખુબ જ સારૂં વ્યક્તિત્વ ધરાવતો વ્યક્તિ હતો. તેથી ત્રણ ચાર વર્ષે બીજી વખત બંને વચ્ચે ભેટારો થયો હોવા છતાં ફૈઝમહંમદે અમીનના આઈફોન ક્રેડિટ કાર્ડ ઉપર ખરીદીને વેચવાના પ્લાન ઉપર આંખો બંધ કરીને વિશ્વાસ કરી લીધો હતો. અહીંથી શરૂ થાય છે યાસીનનો વિશ્વાસઘાત કરવાનો માસ્ટર પ્લાન…

એફઆઈઆર કોપી
ફેઝમહંમદે પોતાના 8 ગ્રાહકો પાસે કરાવી હતી આઈફોનની ખરીદી; તમે ઉપર આપેલ એફઆઈઆર કોપીમાં તેમના નામ વાંચી શકો છો

આ માસ્ટર પ્લાન અનુસાર અમીને પહેલા તો ફૈઝમહંમદ પાસેથી 1,57,68,150 રૂપિયાના આઈફોન ખરીદી કરાવ્યા હતા. જોકે, આ તમામ મોબાઈલના પૈસાની ચૂકવણી પણ સમયસર કરી દીધી હતી. તેથી ફૈઝમહંમદને અમીન ઉપર ગળા સુધી વિશ્વાસ બેસી ગયો હતો. આમ પણ ફૈઝમહંમદ માટે તો અમીન ફરિસ્તા સમાન હતો. પરંતુ ફૈઝમહંમદને તે ખ્યાલ નહતો કે, તેનો ફરિસ્તો હવે હેવાન બની ગયો હતો. કેમ કે તેના મનમાં પૈસાની લાલચના કારણે મેલીમુરાદો ઉદ્દભવી ચૂકી હતી.

તેથી જ્યારે બીજી વખત આઈફોનની ખરીદી કરવામાં આવી રહી હતી, ત્યારે ફૈઝમહંમદને સ્વપ્ને પણ ખ્યાલ આવે તેમ નહતો કે, આ વખતે તેનું જીવન દોહિલું બની જવાનું છે. કેમ કે એક વખતનો તારણહાર તેના સાથે એટલો મોટો વિશ્વાસઘાત કરવાનો હતો કે, તેના અન્ય મિત્રો તેના જીવના દુશ્મન થઇ જવાના હતા. ફૈઝમહંમદ તેના મિત્રોના ક્રેડિટ કાર્ડ ઉપરથી મોબાઈલ ઓનલાઈન ખરીદીને આપવાનો હતો, તેના પૈસા પણ પરત આવવાના નહતા. તેથી વર્ષોથી ફૈઝમહંમદના ગ્રાહક રહેલા એવા મિત્રો તેના જીવના દુશ્મન બની જાય તે સ્વભાવિક બાબત છે.

આ પણ વાંચો- ગુજરાતના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ; સુરતમાં બે કલાકમાં બે ઈંચ

તો બીજી વખત ફૈઝમહંમદ દ્વારા 1,14,94,084 રૂપિયાના 199 આઇફોન ખરીદીને મિત્ર અમીને વેચાણ કરવા માટે આપી દીધા. એક કરોડથી વધારે કિંમતની ખરીદી પાછળ ફૈઝમહંમદનું કમિશનર 10,98,916 રૂપિયા થતો હતો. આમ અમીને ફૈઝમહંમદને 1,25,93,000 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની હતી. આ ચૂકવણી કર્યા પછી પણ અમીને પોતાનો નફો તો મળવાનો જ હતો. પરંતુ આ વખતે અમીન પોતાના મિત્ર સાથે વિશ્વાસઘાત, ગદ્દારી કરીને રફુચક્કર થઇ ગયો.

ઘણા સમય સુધી તો અમીને પોતાનો મોબાઈલ જ બંધ કરી દીધો હતો. તો બીજી તરફ ફૈઝમહંમદની બીપી વધી રહી હતી. કેમ કે ક્રેડિટ કાર્ડનું ચક્રવત્તિ વ્યાજનું ચકેડું ફરી રહ્યું હતું. જે લોકોના ક્રેડિટ કાર્ડ પરથી મોબાઈલ લીધેલા તેઓ પણ ફૈઝમહંમદનો જીવ ખાવા લાગ્યા હતા. કેમ કે તેમણે પણ પોતાના ક્રેડિટ કાર્ડના બિલની ચૂકવણી કરવાની હતી. તેથી ફૈઝમહંમદની સ્થિતિ સૂળી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી. એક તરફ પોતાની નજરમાં સજ્જન વ્યક્તિ એવો અમીન હતો, તો બીજી તરફ પોતાના ઉપર વિશ્વાસ દાખવીને ક્રેડિટ કાર્ડ આપનારા મિત્રો હતા.

આમ ફેઝમહંમદની મનોસ્થિતિ ખુબ જ ખરાબ થવા લાગી હતી. અંતે હારી થાકીને અમીન પાસેથી પૈસા પરત મેળવવા માટે ફૈઝમહંમદને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મદદ લેવી પડી… હાલમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક નિવારણ શાખા દ્વારા ફૈઝમહમંદ સાથે થેયલી કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસ ઉપર કામ કરી રહી છે.

વિશ્વસનિય સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, આરોપી અમીનને બચાવવા માટે જૂહાપુરાની એક ગેંગ સક્રિય થઈ ગઈ છે. યાસીનનો કેસ એકદમ ઢિલો પડી જાય તે માટે કોશિશો શરૂ થઈ હોવાની માહિતી સામે આવી છે. તેથી પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે કે, વિશ્વાસઘાતી-ગદ્દાર વ્યક્તિને કોણ બચાવવાની કોશિશ કરી રહ્યું છે? જે વ્યક્તિએ પોતાના જ મિત્રને જ રસ્તા ઉપર લાવીને તેના આખા પરિવારને મોતના મોઢામાં ધકેલનાર વિશ્વાસઘાતી વ્યક્તિનો બચાવ કરનારાઓ કોણ?

આ પણ વાંચો-ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય; EV ચાર્જિંગનું માળખું મજબૂત કરાશે

આ કેસમાં પોલીસ યોગ્ય દિશામાં તપાસ કરે તો અન્ય પણ અનેક રહસ્યો સામે આવી શકે છે. અમીન સિવાય પણ અન્ય ઠગ સભ્યોના નામ સામે આવી શકે છે. તો બીજી તરફ ફૈઝમહંમદને ન્યાય અપાવવો પણ જરૂરી છે. કેમ કે આર્થિક રીતે ફૈઝમહંમદ એટલો સક્ષમ નથી કે એક કરોડ રૂપિયાથી વધારેની રકમ તે ચૂકવી શકે. આમ તેને ન્યાય અપાવવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને કમર કસવી પડશે. વર્તમાન સમયમાં પણ ફૈઝમહંમદનું જીવન હરામ થઇ ગયું છે.

જણાવી દઇએ કે, ફૈઝમહંમદે પોતાનો શો-રૂમ પણ ખાલી કરી દીધો છે. પોતાના પાસે રહેલી આઈ-20 ગાડી પણ વેચી મારવી પડી છે. તો તેનો આખો પરિવાર રસ્તા ઉપર આવી ગયો છે. હાલમાં પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે રેપિડો બાઇક ટેક્સીમાં કામ કરી રહ્યો છે. આમ ફૈઝમહંમદ સાથે-સાથે તેના પરિવારનું જીવન પણ હરામ થઇ ગયું છે. તો બીજી તરફ આરોપી અમીન જાહોજલાલીભર્યું જીવન જીવી રહ્યો હતો. તેથી પોલીસે ફૈઝમહંમદ સહિત તેના પરિવારને આર્થિક રીતે પાયમાલીમાંથી બહાર લાવીને ન્યાય અપાવવા માટે આરોપી અમીન પાસેથી તમામ રકમની વસૂલી કરવી રહી.