કર્ણાવતી ક્લબ પાસે 40 લાખ લૂંટીને બે શખ્સો ફરાર; DCP સહિતના પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા

અમદાવાદમાં કર્ણાવતી ક્લબ પાસે કોન્ટ્રાક્ટર આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને કારથી જઈ રહ્યાં હતા, ત્યારે બાઈક પર અજાણ્યા બે શખ્સો આવીને કારમાં પંચર હોવાનું કહેતા કોન્ટ્રાક્ટર કારમાંથી ઉતરીને જોવા ગયા હતા, આટલીવારમાં અજાણ્યા શખ્સોએ કારમાંથી 40 લાખ રૂપિયા ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને CCTV ચેક કરી રહી છે. ઘટના સ્થળે ઝોન-7 DCP સહિતના અધિકારી પહોંચ્યાની સમગ્ર મામલે તપાસ શરુ કરી છે. જ્યારે આંગડિયા પેઢીથી આ કારનો પીછો કરવામાં આવી રહ્યો હોવાની આશંકા છે.