ગુજરાત સરકારના કર્મચારીઓ પીએમ મોદીના ગ્રીન એનર્જીના સ્વપ્નમાં ભાગીદાર બનાવવા માટે એક ખાનગી કંપનીએ બીડૂ ઝડપ્યું છે. ઉત્તર ગુજરાત સ્થિત અહદ એનર્જિએ ઉત્તર ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓ માટે ઘર ઉપર લગાવવામાં આવતા સોલાર રૂફટોપને લઈને છૂટ આપવાનો આવકારવા દાયક નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી નાના સરકારી કર્મચારીઓને પણ PM મોદીના વિજન સાથે જોડાવવામાં સરળતા રહેશે.
જણાવી દઇએ કે, પીએમ મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રી-ઈન્વેસ્ટ રીન્યુએબલ એનર્જી સમિટની ઉદ્ધાટનમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ગ્લોબલ રિ-ઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સૂર્ય ઊર્જાનું મહત્ત્વ સમજાવતા કહ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાત ગ્રીન હાઇડ્રોજન હબ બને તે માટે ઊર્જા સંગ્રહ માટે રાજ્યમાં 50 જગ્યા નક્કી કરવામાં આવી છે.
સૌર ઊર્જાનું મહત્ત્વ સમજાવતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ‘2030 સુધી રિન્યુએબલ એનર્જી પાર પાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. પીએમ સૂર્ય ઘર વીજળી યોજનાનો અભ્યાસ કરવો જોઇએ. આ યોજના થકી ભારતનું દરેક ઘર પાવર પ્રોડ્યુસર બનવા જઇ રહ્યું છે. 3 લાખથી વધુ ઘરમાં આ યોજના થકી સોલાર ઇન્સ્ટોલેશનનું કામ પૂરૂં થઇ ગયું છે. એક નાનકડો પરિવાર સરેરાશ 250 યુનિટની વીજળીની ખપત કરે છે, જે હવે 25 હજાર રૂપિયા બચત કરશે. ગ્રીન જોબની તકો ઘણી ઝડપથી વધશે, વેન્ડરોની જરૂર પડશે. આ યોજના થકી 20 લાખ રોજગારીનું સર્જન થશે.
ગુજરાતમાં ગ્રીન એનર્જીનું વિસ્તાર કરવા માટે પીએમ મોદીની યોજના કાર્યરત છે. આ યોજનાની સાથે-સાથે અહદ નામની ખાનગી કંપનીએ ઉત્તર ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે એક નવી યોજના લોન્ચ કરી દીધી છે. આ પ્લાન હેઠળ ઉત્તર ગુજરાતના સરકારી કર્મચારીઓને સરકારી સબસીડી ઉપરાંત અન્ય પાંચ ટકાની છૂટ આપવાની જાહેરાત કરી છે. આ પાંચ ટકાની છૂટ પછી સરકારી કર્મચારીઓ પોતાના ઘર ઉપર લગાવવામાં આવતા સોલાર રૂફટોપની કિંમતમાં આઠ હજાર રૂપિયાથી વધુનો ફાયદો થવા જઈ રહ્યો છે. તો તેનો સીધો ફાયદો સરકારી કર્મચારીઓ ઉઠાવી શકશે.
આ ખાનગી કંપનીની જાહેરાત પછી ઉત્તર ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓ પોતાના ઘર ઉપર સોલાર લગાવીને લાઈટબિલથી પણ છૂટકારો મેળવી શકશે. ઉલ્લેખનિય છે કે, વર્તમાન સમયમાં સોલાર રૂફટોપ કરતી અનેક કંપનીઓ માર્કેટમાં જોવા મળી રહી છે. પરંતુ અહદ જેવી ઘણી ઓછી કંપનીઓ છે કે, જેઓ રાજ્યના લોકોને સુખ-સુવિધાઓ આપીને તેમના જીવન ધોરણમાં આમૂલ પરિવર્તન લાવીને જનતાના વિકાસ માટે કામ કરી રહી હોય છે. વર્તમાન સમયમાં કંપનીઓ વધારે નફો કમાવવા પાછળ દોડતી જોવા મળે છે પરંતુ અહદે પોતાના નફાને ઓછું કરીને ઉત્તર ગુજરાતના સરકારીઓને ગ્રિફ્ટ આપી છે. ખરેખર, રાજ્યના લોકોને મળતી સુવિધા અંતે તો રાજ્યના વિકાસને જ દર્શાવશે.
નોંધનિય છે કે સોલાર ફિલ્ડમાં કેટલીક એવી પણ કંપનીઓ છે, જેઓ સરકારી બિલ્ડીંગો ઉપર ફ્રિમાં રૂફટોપ લગાવી આપે છે. પરંતુ પ્રથમ વખત કોઈ ખાનગી કંપનીએ સરકારી કર્મચારીઓ માટે પોતાના નફાને કટ કરીને યોજના જાહેર કરવાની હિંમત કરી છે. આગામી સમયમાં કંપની એક સ્ટેપ આગળ લઈ જઈને ખેડૂતો માટે એક નવી યોજના લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. મળી રહેલી માહિતી અનુસાર, અન્નદાતાને ફાયદો થાય તેવી રીતની યોજના બનાવવામાં આવી રહી છે.
સોલાર વર્તમાન સમયની જરૂરિયાત બની ગયું છે. કેમ કે પ્રતિદિવસ વીજળીના ભાવ વધી રહ્યા છે તો બીજી તરફ ઉનાળામાં ગરમીમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. ઉનાળાની જીવલેણ ગરમી વચ્ચે સોલાર લગાવેલું હોય તો લાઇટબિલની ચિંતા રહેતી નથી. લોકો પોતાના ઘર ઉપર સોલાર લગાવવાની ઈચ્છા ધરાવે છે. પરંતુ ખરાબ આર્થિક પરિસ્થિતિને કારણે પાછા પડતા હોય છે. પરંતુ અહદ એનર્જિ જેવી કંપનીઓ લોકોની ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે નાનું એવું પગલું ભર્યું છે, તેના ખરેખર વખાણવા લાયક છે.
લોનની સુવિધા
તે ઉપરાંત આ કંપની પોતાના ગ્રાહકોને લોન સુવિધા પણ ઉપલબ્ધ કરાવે છે. લોન કરાવવા માટે ગ્રાહકોને બેંક પાસે જવાની પણ જરૂરત નથી. તેઓ માત્ર કંપનીને તેમના ડોક્યુમેન્ટ આપી દેવા માત્રથી તેમના સોલાર રૂફટોપ ઉપર કંપની જ લોન કરાવીને આપી દેશે. તેથી ગ્રાહકને અન્ય બેંકોમાં ધક્કા ખાવાની પણ જરૂરત નથી. તો તમે પણ ઉત્તર ગુજરાતમાં રહો છો અને સરકારી કર્મચારી છો તો તમે અહદ એનર્જીના ટોલ ફ્રિ નંબર 1800 233 2111 ઉપર ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો અને સાઇટ વિઝિટ માટે રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો.