વાપી રેલવે સ્ટેશન ઉપર ચાલતી ટ્રેનમાં ચડવા જતાં યુવકનો પગર લપસ્યો, GRP જવાને યુવકોનો જીવ બચાવ્યો

વાપીઃ ટ્રેનમાં ચડતી વખતે લોકો નીચે પડી જતાં આરપીએફ જવાનો દ્વારા જીવ બચાવવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. અને આવી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવતા હોય છે. આવી જ એક ઘટના વાપી રેલવે સ્ટેશન ઉપર બની હતી. જ્યાં ચાલુ ટ્રેનમાં ચડવા જતાં યુવકનો પગ લપસ્યો અને તે નીચે પડતા જ જીઆરપીના જવાને બચાવી લીધો હતો.

મળતી માહિતી પ્રમાણે વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર જીઆરપીના જવાને એક યુવકનો જીવ બચાવ્યો હતો. ઘટના જાણે એમ છે કે વાપી રેલવે સ્ટેશનના પ્લેટ ફોર્મ નંબર 1 ઉપર દહાણુ વડોદરા એક્સપ્રેસ ટ્રેન આવી હતી. જ્યારે આ ટ્રેન ચાલવા લાગી ત્યારે આ ચાલુ ટ્રેનમાં એક યુવક ચડવા ગયો હતો.

જોકે, શરીરનું બેલેન્સ બગડતા તે નીચે પ્લેટફોર્મ ઉપર પટકાયો હતો અને ટ્રેનની નજીક પડ્યો હતો. જોકે, ત્યાં પેટ્રોલિંગ પર રહેલા જીઆપી જવાને તાત્કાલિક તેનો હાથ પકડીને બાજુ પર ખેંચી લીધો હતો. આમ યુવકનો આબાદ બચાવ થયો હતો.