નવરાત્રી દરમિયાન સંસ્કારી નગર વડોદરામાં શરમજનક ઘટના બની હતી. નવરાત્રી દરમિયાન પોલીસનું સતત પેટ્રોલિંગ હોવા છતાં પણ વડોદરામાં એક સગીરા ઉપરબે નરાધમોએ હવશ સંતોષી હતી. પીડિતા પોતાના મિત્ર સાથે ભાયલીમાં અવાવરું જગ્યાએ બેઠી તી અને બે હવશ ભૂખ્યા વરુએ સગીરાને પીંખી નાખી. આ ઘટનાથી સુરક્ષિત ગુજરાતનો દાવો ઠોકતી ગુજરાત પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે.
ઘટનાસ્થળેથી આ બિલ્ડિંગો પણ 500થી 700 મીટર દૂર આવેલી
શરમજનક ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે વડોદરા તાલુકા પોલીસ મથકથી અઢી કિલોમીટર દૂર ભાયલી-બીલ રોડ વિસ્તારમાં નવી બનેલી TP ઉપર ગત મોડીરાત્રે મિત્ર સાથે બેઠેલી સગીરા ઉપર અજાણ્યા ત્રણ યુવાનોએ દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાસ્થળનો રોડ ડેવલોપ થઈ રહ્યો છે. નવી ટીપી બની હોવાથી જુજ રહેણાંક બિલ્ડિંગો બનેલી છે. ઘટનાસ્થળેથી આ બિલ્ડિંગો પણ 500થી 700 મીટર દૂર આવેલી છે.
રાત્રે 12 થી 1 વાગ્યાના સુમારે શરમજનક ગેંગરેપની ઘટના બની
આ ટીપી રોડ ઉપરથી દિવસે પણ વાહન વ્યવહારની અવર જવર નથી. તેવા સુમસામ અંધકારમય રોડ ઉપર ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષની સગીરા અને તેનો 16 વર્ષનો મિત્ર રાત્રે 11.30 વાગ્યાના સુમારે બેસવા માટે ગયા હતા અને રાત્રે 12 થી 1 વાગ્યાના સુમારે શરમજનક ગેંગરેપની ઘટના બની હતી. સગીરા અને તેનો મિત્ર પશ્ચિમ વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ છે. આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને શોધવા માટે જિલ્લા પોલીસ તંત્રની 5 જેટલી ટીમો કામે લાગી છે. પોલીસ દ્વારા ભાયલીથી ઘટનાસ્થળ સુધી અને ઘટનાસ્થળથી બીલ સુધીના સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવી રહ્યા છે. જો કે, પોલીસને હજુ સુધી આરોપીઓના કોઇ સગડ મળ્યા નથી.
પોલીસનું શું કહેવું છે?
વડોદરાના એસપી રોહન આનંદે જણાવ્યું હતું કે ગઈકાલે મોડીરાત્રે દુષ્કર્મની ઘટના બની હતી. પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવી છે. પીડિતા તેના બાળપણના મિત્રને રાત્રે 11.30 વાગ્યે મળી હતી. ત્યાંથી ભેગા થઈને બન્ને ભાયલી વિસ્તારમાં સનસિટી સોસાયટીની આસપાસ વાત કરવા ગયા હતા. ત્યાં 12 વાગ્યાના અરસામાં બે બાઈક પર પાંચ લોકો આવ્યા, જેમાં એક બાઈક પર બે જણા અને બીજી બાઈક પર ત્રણ શખસ હતા. આ પાંચેય શખસોએ પહેલા અભદ્ર શબ્દોમાં વાત કરી હતી, જેનો પ્રતિકાર પીડિતા અને તેના મિત્રએ કર્યો હતો.
બે શખસે પીડિતા પર દુષ્કર્મ આચર્યું
આમાંથી બે લોકો પહેલા નીકળી ગયા. બાકીના ત્રણમાંથી એક શખસે પીડિતાના મિત્રને ગોંધી રાખ્યો અને બે શખસે પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું. પછી આ લોકો ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં પીડિતાએ પોતાની જાતને સંભાળીને મિત્ર સાથે જાણ કરતા પોલીસે પહોંચી ઘટનાસ્થળને કોર્ડન કરી લીધું હતું. સ્થળ પરથી ઘણા બધા પુરાવા મળ્યા હતા.