અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર અકસ્માત; 4લોકોનાં મોત, 25થી વધુ લોકો ઘાયલ

યાત્રાધામ અંબાજી નજીક ત્રિશુળીયા ઘાટી પાસે શ્રદ્ધાળુઓ ભરેલી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માત દાંતાથી અંબાજી વચ્ચે સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં 2થી વધુના મોત અને 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં 15 જેટલા ઇજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અંબાજી દાંતા વચ્ચે ત્રિશુળીયા ઘાટ પાસે આવેલા હનુમાન મંદિર પાસે શ્રદ્ધાળુઓ ભરેલી લક્ઝરી બસનો અકસ્માત સર્જાતા 25થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. પ્રાથમિક તબક્કે મળી રહેલી માહિતી અનુસાર બસ ડ્રાઇવરે નશો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. લક્ઝરી બસ રેલિંગ સાથે ટકરાતા રેલિંગ તૂટી ગઇ હતી.

હાલમાં 108 એમ્બુલન્સ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. બચાવકાર્ય શરૂ કરી મુસાફરો બસની બહાર કાઢવામાં આવી રહ્યા છે. યાત્રાધામ અંબાજી નજીક ત્રિશુળીયા ઘાટ પાસે શ્રદ્ધાળુઓ ભરેલી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માત દાંતાથી અંબાજી વચ્ચે સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ ગમખ્વાર અકસ્માતમાં 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અંબાજી દાંતા વચ્ચે ત્રિશુળીયા ઘાટ પાસે આવેલા હનુમાન મંદિર પાસે શ્રદ્ધાળુઓ ભરેલી લક્ઝરી બસનો અકસ્માત સર્જાતા 25થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. પ્રાથમિક તબક્કે મળી રહેલી માહિતી અનુસાર બસ ડ્રાઇવરે નશો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. લક્ઝરી બસ રેલિંગ સાથે ટકરાતા રેલિંગ તૂટી ગઇ હતી. હાલમાં 108 એમ્બુલન્સ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. બચાવકાર્ય શરૂ કરી મુસાફરો બસની બહાર કાઢવામાં આવી રહ્યા છે.