નવરાત્રી વચ્ચે ડિસાના આસેડામાં વહીવટદાર વિજયસિંહના ઈશારે નશાનો ધમધોકાર કારોબાર!!!

ડિસા: જૂના ડિસા પાસે આવેલા આસેડા ગામ અંગ્રેજી દારૂના મસમોટા વેચાણને લઈને એક અલગ જ ઓળખ બનાવી રહ્યુ છે. આસેડા ગામની બહાર હાઇવેને અડીને આવેલા એક પાર્લરની આડમાં મોટા પ્રમાણમાં અંગ્રેજી દારૂનો વેપાર કરવામાં આવી રહ્યો છે. આ પાર્લરનું નામ છે પ્રેમ પાર્લર… જે વર્ષોથી બચુ બેટરી નામનો બુટલેગર ચલાવી રહ્યો છે. બુટલેગર બચુ બેટરી દ્વારા પોતાના ગેરકાયદેસર ધંધાનો વિસ્તાર કરવા માટે ડિસા (તાલુકા) રૂરલ પોલીસ સ્ટેશનના વહીટદાર વિજયસિંહ સાથે હાથ મિલાવી લીધો છે.

ટૂંકમાં કહીએ તો ડિસા રૂરલ પોલીસ સ્ટેશનના વહીવટદાર વિજય સિંહે બુટલેગર બચુ બેટરીને દારૂના ગેરકાયદેસર ધંધાને એક રીતની છૂટ આપી દીધી છે. દારૂના સ્ટેન્ડની પરવાનગી મળ્યા પછી બચુ બેફામ બન્યો છે. આસેડામાં દારૂના વેપારને એક અલગ લેવલે લઈ જવાના કારણે આસેડા ગામની ઓળખ દારૂના ધંધા સાથે જોડાઈ ગઈ છે. આસપાસના ગામડાઓ પણ આસેડા ગામને અંગ્રેજી દારૂના વેપારને કારણે ઓળખે છે.

આ પણ વાંચો- BREAKING: વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

નવરાત્રી દરમિયાન પણ મોટા પ્રમાણમાં દારૂનો વેપલો

હાલમાં તો પ્રેમ પાર્લર દારૂ પીનારાઓ માટે સ્વર્ગ સમાન બની બેસ્યું છે. એક તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નવરાત્રી મોડી રાત સુધી મનાવવા માટે છૂટ આપી છે તો બીજી તરફ આસેડામાં નશાના વેપારને છૂટો દૌર આપવામાં આવ્યો છે. આસેડામાં દારૂ પીનારાઓને એક નહીં અનેક સુવિધાઓ આપવામાં આવી રહી છે. પરંતુ નવરાત્રી દરમિયાન નશાના કારોબારના કારણે ડિસા કે આસપાસના વિસ્તારમાં વડોદરાના ભોયાણી જેવી કોઈ ઘટના ઘટશે તો તેની જવાબદારી શું વહીવટદાર વિજયસિંહ કે ડિસા પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રજાપતિ લેશે ખરા?

ડિસાથી 10-12 કિલોમીટરની અંતરે આવેલા આસેડામાં અંગ્રેજી દારૂનો મોટા પ્રમાણમાં વેપલો ચાલતો હોવા છતાં ડિસા તાલુકા પીઆઈ પ્રજાપતિ કેમ રેડ કરી રહ્યા નથી? આ પ્રશ્નનો જવાબ આપવાની જરૂરત નથી કેમ કે તેમના જ વહીવટદાર વિજયસિંહ દ્વારા બચુ બેટરીને દારૂના સ્ટેન્ડની કથિત રીતે પરવાનગી આપવામાં આવી છે.

આ પણ વાંચો-અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર અકસ્માત; 4લોકોનાં મોત, 25થી વધુ લોકો ઘાયલ

ઉલ્લેખનિય છે કે, વડોદરામાં બનેલા ગેંગરેપની ઘટના પછી શહેરના પોલીસ કમિશ્નનરને પણ મેદાનમાં ઉતરવું પડ્યું હતું. તેવામાં બનાસકાંઠાના ડિસાથી નજીક આવેલા આસેડા ગામમાં નવરાત્રી દરમિયાન દારૂના મસમોટા સ્ટેન્ડને પરવાનગી આપવી ખતરનાક સાબિત થઈ શકે છે.