હરિયાણામાં કોંગ્રેસ-બીજેપી વચ્ચે જોરદાર ટક્કર; જૂઓ શું સ્થિતિ છે?

હરિયાણા 2024 વિધાનસભા ચૂંટણી માટે 5 ઓક્ટોબરે મતદાન થયું હતું. એવામાં હવે તમામ બેઠકો પર મતદાનની ગણતરી આજે એટલે કે 8 ઓક્ટોબરના રોજ સવારે 8 વાગ્યે શરૂ થશે. ચૂંટણી પરિણામોમાં જિંદ જિલ્લાની જુલાના બેઠક સૌથી વધુ ચર્ચામાં છે. કારણ કે અહીંથી વિનેશ ફોગાટ ચૂંટણી લડી હતી. હરિયાણામાં આશરે 66.02 ટકા મતદાન થયું હતું.

કોંગ્રેસ બહુમતી તરફથી ફરીથી બેકફૂટ પર ધકેલાઇ

હરિયાણાની 90 વિધાનસભા સીટો માટે મતગણતરી ચાલી રહી છે. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી મત ગણતરીમાં કોંગ્રેસ એકતરફી જીતના માર્ગે હતી. પાર્ટી 65 સીટોને સ્પર્શી ગઈ હતી. ભાજપની લીડ ઘટીને 17 સીટો પર આવી ગઈ હતી. 9:30ની સાથે જ ભાજપ ગેમમાં આવી ગયો અને બંને વચ્ચે બે બેઠકોનો તફાવત હતો. સવારે 9:44 વાગ્યે એક સમય એવો આવ્યો જ્યારે બંને પક્ષો 43-43 સીટો પર પહોંચી ગયા.

સીએમ નાયબ સિંહ સૈની લાડવા સીટથી, વિનેશ ફોગાટ જુલાના સીટથી અને સાવિત્રી જિંદાલ હિસારથી આગળ ચાલી રહ્યા છે. 5 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં રાજ્યમાં 67.90% મતદાન થયું હતું, જે અગાઉની ચૂંટણીઓ કરતાં 0.03% ઓછું છે.

‘PM મોદીને પણ જલેબી મોકલીશું’

કોંગ્રેસના નેતા પવન ખેરાએ હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પર કહ્યું, ‘અમને વિશ્વાસ છે કે આજે અમને દિવસભર લાડુ અને જલેબી ખાવા મળશે, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જલેબી મોકલવાના છીએ. અમને વિશ્વાસ છે કે જમ્મુ અને કાશ્મીર અને હરિયાણામાં બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ.’

દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર મીઠાઈ વહેંચાઈ

હરિયાણામાં મતગણતરી વચ્ચે દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકરોમાં સંભવિત જીતને લઈને ઉત્સાહ છે. કોંગ્રેસ કાર્યાલયની બહાર પાર્ટીના કાર્યકરો મીઠાઈ વહેંચી રહ્યા છે. શરૂઆતના વલણોમાં કોંગ્રેસને હરિયાણામાં બહુમતી મળી છે.

કોંગ્રેસમાં ઉજવણી શરૂ

કોંગ્રેસને આ વખતે હરિયાણામાં બમ્પર જીતનો પૂર્ણ આત્મવિશ્વાસ હતો. શરૂઆતી વલણમાં જ લીડ મળી જતાં કોંગ્રેસના કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા અને ઉજવણી શરૂ કરી હતી.

સુરજેવાલાએ કહ્યું- 70 બેઠકો જીતીશું

કૈથલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આદિત્ય સુરજેવાલાએ ચૂંટણી પરિણામો પહેલા દાવો કર્યો હતો કે કોંગ્રેસ આ વખતે 70 બેઠકો જીતશે અને 10 વર્ષના ભ્રષ્ટાચારના શાસનનો અંત આવશે.

સૈનીએ કહ્યું- ભાજપે હારે તો જવાબદારી મારી

હરિયાણાના મુખ્યમંત્રી તથા ભાજપ નેતા નાયબ સૈનીએ મતગણતરી અગાઉ કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે ભાજપને જીત મળશે. અમારી સરકાર લોકોના કામ કરતી રહેશે.