મુકતાર મોદન જેતપુર: ધોરાજીના મહાન વલી અલ્લાહ આલે રસુલ ઓલાદે શાહે આલમ સરકાર હઝરત સૈયદ પીર જલીલશાહ બાવા બુખારી નો 413 મો ઉર્ષ મુબારક 10 /10 /2024 ગુરૂવાર અને શુક્રવાર શાનો-શોકત સાથે મનાવવા આવી રહ્યો છે. જેમાં બન્ને દિવસ અસરની નમાજ બાદ મિલાદ શરીફ અને માગરીબની નમાઝ બાદ લંગરે બુખારી નિયાઝનો આયોજન કરવામાં આવ્યું છે.
આ દરમિયાન 10 / 10 / 2024 ગુરુવાર રાત્રે 11 વાગ્યે મૌલાના શકીલ એહમદ કાદરી સાહેબનો શાનદાર તકરીરનો પ્રોગ્રામ રાખેલ છેઃ આ ઉર્ષમા પધારવા માટે સર્વે હિંદુ મુસ્લિમ બિરાદરોને ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. દરગાહના ગાદી નશીન સૈયદ પીર શબ્બીર બાવા હાજી શફી મિયાં બાવા બુખારી, સૈયદ પીર મદની આલમ હાજી શફી મિયાં બાવા બુખારીએ તમામ માહિતી આપી હતી.