કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લિ.માં આજ બપોરે 12 વાગ્યાની આસપાસ હોનારત બનતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ખાનગી કંપનીની અંદર ચણતરનું કામ ચાલી રહ્યું હતું જે દરમિયાન અચાનક જ માટીની ભેખડ ધસી પડતા 10 મજૂરો દટાયા હતા. જેમાંથી એક 18 વર્ષના યુવકનો બચાવ થયો હતો. જ્યારે નવ મજૂરો અંદર જ દટાઈ ગયા હતા.
An ex-gratia of Rs. 2 lakhs from PMNRF would be given to the next of kin of each deceased in the mishap in Mehsana, Gujarat. Rs. 50,000 would be given to those injured. https://t.co/KUJqI32dEW
— PMO India (@PMOIndia) October 12, 2024
જે તમામના મૃતદેહને રેસ્ક્યૂ કરી બહાર કાઢી કડીની કુંડાળ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં બે સગા ભાઈ અને બે વર્ષ પહેલા લગ્ન કરેલા પતિ-પત્ની બે મહિના પહેલા મજુરીએ આવ્યા હતા તેમનો પણ સમાવેશ થાય છે. ઘટનાને પગલે વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કરી મૃતકનાં પરિવારજનોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર તથા CM ભૂપેન્દ્ર પટેલે મૃતકનાં પરિવારજનોને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી છે.
આ દુર્ઘટનામાં પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂપિયા 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂપિયા 50,000 ની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવામાં આવશે. https://t.co/PIyI8r5i6L
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 12, 2024
ઉલ્લેખનિય છે કે, ખાનગી કંપનીના કારણે નિર્દોષ નવ લોકોના મોત થયા છે. તો બીજી તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે તો માનવતા દાખવીને સહાયતા જાહેર કરી છે પરંતુ સરકારે ખાનગી કંપની સામે કડક પગલા ભરીને મૃતકોને ન્યાય અપાવવા સહિત વધુ સહાયતા પણ અપાવવી જોઈએ.
પતિ-પત્ની, બે સગા ભાઈઓ સહિત નવ લોકોના મોત
આશીષ (મૂળ રહે. કાળીમહુડી, તાલુકો-ઝાલોદ)
આયુષીબેન આશિષભાઈ (મૂળ રહે. કાળીમહુડી, તાલુકો-ઝાલોદ)
મુકેશ કમોળ (મૂળ રહે. ખરસાણા, તાલુકો-ઝાલોદ)
શૈલેષ બારીયા (મૂળ રહે. સાખલીયા, તાલુકો-ઝાલોદ)
રાજુ મેઢા (મૂળ રહે.રામપરા, તાલુકો-લીમખેડા)
અરવિંદ બારીયા (મૂળ રહે.ઝાલોદ)
ગંગાબેન કમલેશ કટારા (મૂળ રહે. તરકીયા, જિ-બાસવાડા, રાજસ્થાન)
જગન્નાથ બારીયા (મૂળ રહે. ગોયકા, સજનગઢ, રાજસ્થાન)
મહેન્દ્રભાઈ બારીયા (મૂળ રહે. ગોયકા, સજનગઢ, રાજસ્થાન)