અમદાવાદ: નરોડા જીઆઈડીસીમાં આવેલી બ્રેડ બનાવતી નામચીન કંપની monginis અમદાવાદ મ્યુનિસિપલના એક નહીં અનેક નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. આ નિયમોની બાદબાકી અમદાવાદીઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. નીતિ-નિયમો બનાવવા પાછળનું કારણ જ જનહીત છે. પરંતુ જ્યારે નિયમોને જ નજરઅંદાજ કરી દેવામાં આવે તો જનતાના હિતો જળવાતા નથી. બાળકો, વૃદ્ધો સહિત તમામ નાના-મોટા સ્ત્રી-પુરૂષોને તેની નકારાત્મક અસરમાંથી પસાર થવું પડે છે.
અમદાવાદના નરોડામાં ચાલી રહેલી monginis કંપની AMCના નિયમોને નેવે મૂકીને જનતાના સ્વાસ્થ્ય સાથે ખતરનાક ચેડા કરી રહી છે. પરંતુ દુ:ખદ વાત તે છે કે, એએમસીના અધિકારી પણ કંપની દ્વારા કરવામાં આવી રહેલા ગેરકાયદેસર કામ સામે પગલા ભરી રહ્યા નથી. ઉલ્લેખનિય છે કે ફૂડ વેસ્ટ માટે એએમસીની ટેન્ડર પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. પરંતુ monginis કંપનીએ ડેન્ટર વગર બારોબાર ફૂડ વેસ્ટનો નિકાલ કરવાનો ગેરકાયદેસર રસ્તો બનાવી લીધો છે.
monginis કંપનીના મેનેજર સહિતના સક્ષમ પદાધિકારીઓ AMCના નિયમોને નજરઅંદાજ કરીને અમદાવાદીઓને ખતરનાક બિમારી તરફ ધકેલી રહ્યા છે. જે અમદાવાદની જનતાના કારણે કંપનીનો બ્રેડનો વ્યાપાર ધમધોકાર ચાલી રહ્યો છે, તે જ જનતાના સ્વાસ્થ્ય સાથે કંપની થોડા એવો વધારે પૈસા કમાવવા માટે ખતરનાક રમત રમી રહી છે.
વિશ્વસનિય સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, monginis કંપનીએ GPCB અને AMCની પરમિશન લીધા વગર બારોબાર ડ્રેનેજ લાઈન પણ નાંખી દીધી છે. આમ કંપની દ્વારા કોઈ જ ડર વગર એએમસીના એકથી વધારે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. પરંતુ તે છતાં AMCના અધિકારીઓ કૂંભકર્ણની નિંદ્રામાં છે.
શું AMCના અધિકારીઓની મીલીભગતથી થઇ રહ્યું છે AMCના નિયમોનું ઉલ્લંઘન?
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપના કાર્યકર્તાની બેકરી હોવાનું સામે આવી રહ્યું છે. જોકે, આ એક તપાસનો વિષય છે. વિશ્વસનિય સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર કંપનીના મેનેજર દિપક અને કમલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોન સોલિડ વેસ્ટના અધિકારીઓના સંપર્કમાં હોવાની આશંકા સેવાઇ રહી છે.
ઉત્તર ઝોનમાં આવેલી monginis બેકરી એએમસીના એક નહીં અનેક નિયમોના ધજાગરા ઉડાવતી હોવા છતાં અધિકારીઓ કોઈ જ પગલા ભરી રહ્યા નથી. સામાન્ય વ્યક્તિને પણ ખ્યાલ આવી શકે તેવી રીતે જગજાહેર રીતે AMCના નિયમોની એસી કી તૈસી થઈ રહી હોવા છતાં ઉત્તર ઝોનના અધિકારી કેમ મૌન છે? આ પ્રશ્ન ઉઠતાની સાથે જ અધિકારીઓની કામગીરી ઉપર પ્રશ્ન ઉઠે તે સ્વભાવિક છે.
જણાવી દઇએ કે, monginis કંપનીના કેક ઓનલાઈન પણ ખરીદી શકાય છે. તો જગજાહેર રીતે એએમસીના નિયમોનું ઉલ્લંઘન કરનારી monginis કંપની અંગે વધુ માહિતી આવતા અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવશે.