દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 (NAP) હેઠળ તૈયાર કરાયેલા નવા પુસ્તકોના અભ્યાસની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે શિક્ષણ મંત્રાલયે દેશની અનેક સરકારી શાળાઓમાં શિક્ષકોના ખાલી પદો તેમજ આ પદો ભરવાને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મંત્રાલયે તમામ રાજ્યોને શિક્ષકોના ખાલી પદો ભરવા માટે કહ્યું છે.
અનેક સરકારી શાળાઓમાં શિક્ષકના આઠ લાખ પદ ખાલી
મંત્રાલયે કહ્યું છે કે, દેશમાં અગાઉની અપેક્ષા કરતા શિક્ષકોની સંખ્યામાં વધારો થયો છે, જોકે તેમ છતાં દેશમાં હજુ પણ આઠ લાખથી વધુ શિક્ષકોના પદ ખાલી છે. સૌથી વધુ પ્રાથમિક સ્તરે લગભગ સાત લાખ શિક્ષકોના પદો ખાલી છે. શિક્ષણ મંત્રાલયે તમામ શાળાઓને આ પદો ભરવા માટે કહ્યું છે.
સૌથી વધુ પ્રાઈમરીમાં વેકેન્સી
મંત્રાલયે કહ્યું છે કે, વર્ષ 2021-22માં પ્રાથમિક સ્તરે શિક્ષકોની 10.37 લાખ જગ્યાઓ ખાલી હતી, જે 2022-23માં ઘટીને 8.92 લાખ થઈ અને હવે 2023-24 સુધીમાં ઘટીને 7.22 લાખ થઈ છે. બીજીતરફ માધ્યમિક સ્તરે 2021-22માં ખાલી પદોની સંખ્યા 1.29 લાખ હતી, જે 2022-23માં વધીને 1.32 લાખ થઈ, જોકે શૈક્ષણિક વર્ષ 2023-24માં ઘટીને 1.24 લાખ થઈ છે.
કયા રાજ્યોમાં શિક્ષકોના કેટલી જગ્યા ખાલી ?
પ્રાથમિક સ્તરે
ઉત્તર પ્રદેશ – 1.42 લાખ
બિહાર – 1.92 લાખ
ઝારખંડ – 75000
મધ્ય પ્રદેશ – 52000
છત્તીસગઢ – 8000
માધ્યમિક સ્તર
બિહાર – 32000
મધ્ય પ્રદેશ – 15000
ઉત્તર પ્રદેશ – 7000
ઝારખંડ – 5000