ગાંધીનગર: રાજ્યની ‘દાદા’ સરકાર દ્વારા ભ્રષ્ટ અધિકારીઓ સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. એક પછી એક ભ્રષ્ટ, કામચોર, આળસું અને નિષ્ક્રિય અધિકારો સામે કાર્યવાહી કરી ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી રહી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 25 જેટલા અધિકારીઓને સરકારે ફરજિયાત નિવૃત્તિ આપી છે. જોકે, તે છતાં મોટા હોદ્દાઓ ઉપર બેસેલા અધિકારીઓ પોતાની જવાબદારી નિભાવવા માટે બંધાયેલા ન હોય તેવું દેખાઈ રહ્યું છે. દાદાના ઘરમાં એટલે કે ગાંધીનગરમાં બેસીને અધિકારીઓ કામચોરી અને ભ્રષ્ટાચાાર આચરે તે ખુબ જ ગંભીર બાબત છે.
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં અમલદારશાહો યોગ્ય રીતે પોતાની જવાબદારી ભ્રષ્ટાચાર આચર્યા વગર નિભાવે તે માટે કડક પગલા ભરવામાં આવી રહ્યા છે. પરંતુ ગાંધીનગરમાં બેસેલા અમલદારશાહો પોતાની જાતને બોસ માનતા હોય તેવું દેખાઇ રહ્યું છે. કેમ કે પાછલા ચાર મહિનાથી એકથી વધારે લોકોનું જીવન હરામ થઇ ગયું હોવા છતાં અધિકારીઓના પેટનું પાણી હલી રહ્યુ નથી.
ગાંધીનગર સેક્ટર 24ના રહેવાસીનું જીવન હરામ થઈ ગયું છે. કેમ કે તેમના ઘરમાં પ્રતિદિવસ ગટરનું પાણી આવી રહ્યું છે. સ્વભાવિક બાબત છે કે, આપણા ઘરની બહાર ગટરની લાઈન ઉભરાય તો પણ ચાલવાનું પણ ગમતું નથી, તો જ્યારે ઘરમાં જ ગટર લાઈનનું પાણી ભરાઇ જતું હોય તો તે ઘરના પરિવારજનોની મનોસ્થિતિ કેવી થતી હશે તે સમજવું અઘરૂં નથી.
આ પણ વાંચો- ખ્યાતિ હોસ્પિટલ મામલે ગૃહ રાજ્યમંત્રીની પ્રથમ પ્રતિક્રિયા; જાણો શું કહ્યું
સેક્ટર 24 હરસિદ્ધ નગર ડબલ ડેકર સાઈબાબાની સામે ઘર નંબર 357, 358, 359, 360, 361, 362, 363, 364, 365, 366, 367 અને 368માં ગટરનું પાણી પાછું આવતા ખુબ જ મુશ્કેલીઓ ઉભી થઈ છે. આ સમસ્યા પાછલા ત્રણ મહિનાથી હોવા છતાં અધિકારીઓ કોઈ જ કામગીરી કરવા માટે તૈયાર નથી. હરસિદ્ધ નગરના તમામ રહેવાસીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરી હોવા છતાં પણ અધિકારીઓ પોતાની જવાબદારીથી મોઢૂં છૂપાવી રહ્યા છે.
કોણ છે જવાબદાર?
હરસિદ્ધનગરના મુશ્કેલીઓનો અંત ન આવવા પાછળ સેક્ટર-16માં આવેલ નાયબ કાર્યપાલક ઇજનેર એવા વી.બી શાહ જવાબદાર હોવાનું સામે આવી રહ્યુ છે. ગાંધીનગરના સેક્ટર-16માં નાયબ કાર્યપાલક ઇજનેરની ઓફિસ આવેલી છે. આ ઓફિસે પણ હરસિદ્ધનગરના રહેવાસીઓ દ્વારા અરજી કરવામાં આવી છે. તે છતાં પણ પોતાની જવાબદારી યોગ્ય રીતે ન નિભાવનારા વી.બી શાહના કારણે પાછલા ત્રણ મહિનાથી 15થી વધારે પરિવારોનું જીવન અસહ્ય બન્યું છે. જણાવી દઇએ કે, આ પહેલા રહેલા નાયબ ઇજનેરની બદલી થઇ ગઇ હોવાના કારણે તેમનો ચાર્જ ક્લાસ ટૂ એવા વી.બી શાહ સંભાળી રહ્યા છે.
કેમ શાહ સમસ્યાથી ભાગી રહ્યા છે?
પ્રશ્ન તે ઉદ્દભવી રહ્યો છે કે, ગાંધીનગરના એકથી વધારે પરિવારોનું જીવન અસહ્ય બન્યું હોવા છતાં વી.બી. શાહ કેમ તેમની સમસ્યા દૂર કરવાની જગ્યાએ મોઢૂં ફેરવી રહ્યા છે? શું પરિવારજનોની સમસ્યા દૂર કરવા માટે વી.બી. શાહને પોતાના ખિસ્સાના પૈસા ખર્ચવા પડી રહ્યા છે? આ પ્રશ્નના જવાબ મેળવવા માટે વી.બી. શાહને એકથી વધારે વખત મોબાઈલ સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ તેમને ફોનનો કોઈ જ જવાબ આપ્યો નહતો.
ઉલ્લેખનિય છે કે, દાદા કામચોર અધિકારીઓ સામે લાલ આંખ કરી રહ્યાં હોવા છતાં દિવા તળે જ અંધારૂ હોવાનું સામે આવી રહ્યું છે. ગાંધીનગરના અધિકારીઓની કામચોરીના કારણે ગાંધીનગરવાસીઓનું જીવન ધૂળ-ધાણી બની ગયું હોવા છતાં સરકાર તરફથી પણ કોઈ જ પગલા ભરવામાં આવી રહ્યા નથી.
આ પણ વાંચો- ચૂંટણી પહેલા જ કોંગ્રેસને જોરદાર ઝટકો, 3 વખતના ધારાસભ્ય AAPમાં જોડાયા
દિવા તળે અંધારૂ? વિકાસની મસમોટી વાતો કરતી ગુજરાત સરકારના ઘરમાં જ લોકોનું જીવન બન્યુંં દોહિલું… લોકોના ઘરોમાં ચાર મહિનાથી ગટરના પાણી ઉભરાતા હોવા છતાં સમસ્યા દૂર કરવા સરકારી અધિકારીના ઠાગાઠૈયા… #Gandhinagar #BJP #CMBhupendrpatel @CMOGuj @BJP4Gujarat @PMOIndia @Bhupendrapbjp pic.twitter.com/rTUoZ0xIqc
— Gujarat times 24 (@tunvarM) November 15, 2024
નાયબ કાર્યપાલક ઇજનેર વી.બી. શાહને દિવસના 50થી વધારે ફોન કેમ આવી છે? આ ફોન કોલ કોના આવી રહ્યા છે? વી.બી. શાહની પાછલા કેટલાક સમયની કામગીરી શંકાસ્પદ હોવાનું જાણવા મળી રહ્યું છે. વી.બી. શાહની ઓફિસની બહાર લોકોની મસમોટી લાઈનો લાગેલી રહે છે. તો શું તે તમામ લોકો પોતાની સમસ્યા લઈને વી.બી. શાહ પાસે આવી રહ્યા છે કે, પછી બીજો જ કોઈ ખેલ ખેલાઇ રહ્યો છે? આ તમામ પ્રશ્નના જવાબ આવતા અંકમાં એક ચોંકાવનારી માહિતી સાથે સ્ટોરી પ્રકાશિત કરવામાં આવશે.
આ સ્ટોરીમાં વી.બી. શાહ સહિત અન્ય એક ક્લાસવન અધિકારીના કાળા કામો અંગે ઘટસ્ફોટ કરવામાં આવશે. જણાવી દઇએ કે, વી.બી. શાહ સાથે રહેલા અન્ય એક અધિકારીની શિક્ષણ ખાતામાં બદલી થઈ ગઈ છે.
આ પણ વાંચો- સોનું 5000 રૂપિયા સસ્તું થઈ ગયું? 15 દિવસમાં જબરદસ્ત તૂટ્યું સોનું; જાણો શું છે હવે સોનાનો ભાવ