Delhi Election 2024: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી યોજાય તે પહેલાં જ કોંગ્રેસને ફરી એકવાર મોટા ઝટકો લાગ્યો છે. ત્રણ વખતના ધારાસભ્ય અને દિગ્ગજ નેતા વીર સિંહ ધિંગાણે પંજાનો સાથ છોડી આમ આદમી પાર્ટીની ઝાડૂ પકડી લીધી છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વીર સિંહને પાર્ટીનો ખેસ અને ટોપી પહેરાવી હતી. વીર સિંહ સીમાપુરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા આ બેઠકથી આપના ધારાસભ્ય રહી ચૂકેલા રાજેન્દ્ર પાલ ગૌતમ થોડા સમય પહેલા કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.
सीमापुरी विधानसभा से तीन बार के विधायक और दलित समाज के लिए वर्षों से काम करने वाले वीर सिंह धीमान जी आज आम आदमी पार्टी में शामिल हो रहे हैं।
यह हमारी पार्टी के लिए बेहद ही ख़ुशी का दिन है। @ipathak25 pic.twitter.com/az39kJJUaH
— Aam Aadmi Party Delhi (@AAPDelhi) November 15, 2024
પૂર્વ સીએમએ કહ્યું કે ધિંગાણે સીમાપુરી વિસ્તારમાં ઘણું કામ કર્યું અને આજે અમે સીમાપુરીના ભાવિ ધારાસભ્યને AAPમાં સામેલ કરી રહ્યા છીએ. આજે સમગ્ર દિલ્હીના લોકો AAP સાથે ઉભા છે અને અન્ય પક્ષોના સારા નેતાઓ અમારી સાથે જોડાઈ રહ્યા છે. આ જણાવે છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જંગી બહુમતી સાથે જીતશે.