તમિલનાડુમાં હવામાં ઉંદરનું ઝેર ભેળવાને કારણે એક પરિવારમાં હાહાકાર મચી ગયો છે. આ ઘટનામાં બે બાળકોના મોત થયા છે અને તેમના માતા-પિતાની હાલત ગંભીર છે. આ દંપતી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યું છે. પરિવારે ઘરમાં ઉંદરનું ઝેર રાખ્યું હતું. કથિત રીતે આ દવાનો ધુમાડો હવામાં ભળવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો.
તમિલનાડુમાં ઉંદર મારવા માટે રાખેલું ઝેર હવામાં મળવાથી મોટી દુર્ઘટના બની ગઈ. ગૂંગળામણથી 2 બાળકોનું મોત થઈ ગયું છે. ત્યારે તેના માતા-પિતા ગંભીર રૂપે બીમાર થઈ ગયા છે. તેમણે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે ચેન્નઈના મનનજેરી વિસ્તારના દેવેન્દ્ર નગરમાં 34 વર્ષીય ગિરિધરન અને તેની પત્ની પવિત્રા એક એપાર્ટમેન્ટમાં રહે છે. ગિરિધરન એક પ્રાઇવેટ બેંકમાં કામ કરે છે . બુધવારે સવારે ગિરિધરન, તેની પત્ની અને બંને બાળકોને ચક્કર આવ્યા અને તેની પછી ઉલટી થવા લાગી. પડોશીઓને આ વાતની જાણ થતાં તેના આખા પરિવારને રેસ્ક્યુ કર્યો અને હોસ્પિટલમાં એડમિટ કર્યો.
દીકરો અને દીકરીનું થયું મોત
આ દરમિયાન ગિરિધરનનો એક વર્ષનો બાળક સાઈ સુદર્શન અને છ મહિનાની દીકરી વિશાલીનીનું મોત થઈ ગયું. જ્યારે ગિરિધરન અને તેની પત્ની પવિત્રા ગંભીર સ્થિતિમાં છે. ડોક્ટર્સનું કહેવું છે કે બંનેના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. બંને ગંભીર રૂપે બીમાર છે.
ઉંદરથી પરેશાન હતો પરિવાર
કુન્દ્રાથુર પોલીસને ઘટનાની સુચના આપવામાં આવી હતી. પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે એના જાણવા મળ્યું છે કે ગિરિધરન પોતાના ઘરમાં ઊંદરોથી પરેશાન હતો. ઉંદર ઘરના સામાનને નુકસાન પહોંચાડતા હતા. તેથી તેને ઊંદરોથી છુટકારો મેળવવા માટે એક કીટ નિયંત્રણ કંપનીની મદદ લીધી હતી. કંપનીથી બે લોકો આવ્યા અને કથિત રીતે ઉંદરના ઝેરને પાવડરના રૂપે રૂપમાં મૂક્યું અને આ પાઉડર હવામાં ભળી જાય છે.
AC લાગેલા રૂમમાં સૂઈ રહ્યો હતો પરિવાર
ગિરિધરનનો આખો પરિવાર AC રૂમમાં ઊંઘી રહ્યો હતો. રાત્રે ઝેરે અસર બતાવી અને આખા પરિવારને ગંભીર રૂપે બીમારી કર્યો. પરિવાર જ્યારે સૂઈને ઉઠ્યો તો બધાને ચક્કર આવવાના શરૂ થઈ ગયા અને સભ્યો ઉલ્ટી કરવા લાગ્યા. જ્યારે આ વાતની જાણ પાડોશીને થતાં જ તરત બધાને હોસ્પિટલમાં ભરતી કર્યા.