લખનૌ સુપર જાયન્ટ્સે ઋષભ પંતને 27 કરોડમાં ખરીદ્યો છે. આ સાથે પંત આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. પંતની બોલી રૂ. 20.75 કરોડ સુધી પહોંચી ત્યારે દિલ્હી કેપિટલ્સે RTM કાર્ડનો ઉપયોગ કર્યો હતો. જોકે, લખનૌ સુપર જાયન્ટ્સે બિડિંગ વધારીને રૂ. 27 કરોડ કરી દીધી હતી. દિલ્હી કેપિટલ્સે ફરીથી પંત માટે RTM કરવામાં રસ દાખવ્યો નથી તેથી લખનોની ટીમને પંત મળી ગયો.
આઈપીએલ મેગા ઓક્શનમાં શ્રેયસ અય્યરને છપ્પર ફાડ કમાણી થઈ છે. મોટો દાવ લગાવતાં પંજાબ કિંગ્સે શ્રેયસ અય્યરને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે અય્યર આઈપીએલ ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. અય્યરની બેસ પ્રાઈઝ 2 કરોડ હતી. દિલ્હી કેપિટલ્સે પણ તેને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અંતે પંજાબનો વિજય થયો હતો.
3 ભારતીયો પર 71 કરોડથી વધુ ખર્ચાયાં
આઈપીએલ હરાજીમાં 3 ભારતીયો પર 71 કરોડથી વધુ ખર્ચાયા છે જેમાં પંતને 27 કરોડ, અય્યરને 26.75 કરોડ અને અર્શદીપ સિંહને 18 કરોડમાં ખરીદાયાં છે.
IPLના સૌથી મોંઘા ખેલાડીઓ
27 કરોડ- ઋષભ પંત
26.75 કરોડ – શ્રેયસ અય્યર
24.75 કરોડ – મિશેલ સ્ટાર્ક
20.50 કરોડ – પેટ કમિન્સ
18.50 કરોડ – સેમ કુરન
18 કરોડ – અર્શદીપ સિંહ