અમદાવાદ બહુમાળી બિલ્ડીંગમાં એક ઇજનેરની ઓફિસ બહાર પત્રકારોની મોટી લાઈનો કેમ?

તુંવર મુજાહિદ; અમદાવાદ: ગુજરાતમાં વર્તમાન સમયમાં અનેકવિધ એવી ઘટનાઓ અને કેસો સામે આવ્યા છે, જેના ગુજરાતની છબિ ઉપર કંલક લગાવવાનું કામ કર્યું છે. તે ઉપરાંત ગુજરાત સરકારની કામગીરી ઉપર પણ પ્રશ્ન ઉઠાવ્યા છે. કેમ કે પાછલા દિવસોમાં ગુજરાતમાં નકલી સરકારી અધિકારીઓથી લઈને નકલી જજો સુધીના કેસો જોવા મળ્યા છે તો આળસું અધિકારીઓ સહિત ભ્રષ્ટ અધિકારીઓની સમય પહેલા ઘરે બેસાડવાના કેસો વિશે પણ સમાચારો ચમક્યા છે.

તો ભૂપેન્દ્ર ઝાલા જેવા ભાજપ સાથે જોડાયેલા મહાઠગની છેતરપિંડી સ્કીમ વિશે તમે વાંચ્યું હશે તો ખ્યાંતિકાંડ સાથે સંકળાયેલા ડોક્ટરના વેશમાં રહેલા કસાઈ વિશે પણ વાંચવા મળ્યું છે. આમ ગુજરાતમાં વર્તમાન સમયમાં અનેકવિધ એવી ઘટનાઓ સામે આવી રહી છે, જે ચોંકાવનારી સાબિત થઈ છે. તેવામાં વધુ એક બાબત સામે આવી રહી છે કે અમદાવાદ હિમાલયા મોલની સામે આવેલ બહુમાળી માળમાં બેસતા એક ઇજનેરની ઓફિસ બહાર પત્રકારોની મસમોટી લાઈનો લાગી રહી છે. હવે આ લાઈનો કેમ લાગી રહી છે તેનો પ્રશ્ન મળશે પરંતુ તે પહેલા અન્ય કેટલીક અન્ય બાબતો ઉપર નજર મારી લેવી જરૂરી છે.

જણાવી દઇએ કે, અમદાવાદમાં આવેલા બહુમાળી બિલ્ડીંગમાં એક ઇજનેરની ઓફિસ બહાર પત્રકારોની મસમોટી લાઈનોને લઈને તર્કવિતર્ક થઈ રહ્યો છે. સ્વભાવિક છે કે, એકાદ દિવસ પત્રકારો કોઈ અધિકારીની ઓફિસ બહાર ઉમટ્યા હોય તો સમજી શકાય છે કે, અધિકારી પોતાના કામ વિશેની માહિતી આપવા માટે પ્રેસ કોન્ફ્રન્સ કરી હશે પરંતુ અહીં તો પ્રેસ કોન્ફ્રન્સ વગર પણ દર સોમવાર અને ગુરૂવારે પત્રકારોની મસમોટી લાઈનો લાગેલી રહે છે.

કથિત રીતે કહેવામાં આવી રહ્યું છે કે, આ અધિકારી પત્રકારોને મસમોટી જાહેરાતો આપી રહ્યો છે? પરંતુ કેમ? ચલો એક પ્રશ્નનો જવાબ મળ્યો કે અધિકારી પાસેથી જાહેરાતો લેવા માટે પત્રકારો તેમની ઓફિસ બહાર લાઈનો લગાવી રહ્યા છે પરંતુ એક સાથે આટલા બધા પત્રકારોને કેમ જાહેરાતો આપવામાં આવી રહી છે તે પણ અધિકારીને લઈને શંકા ઉપજાવે છે.

અધિકારી કઈ બાબતને લઈને જાહેરાત આપી રહ્યો છે. શું તેઓ પોતાની કોઈ પેઢી કે કોઈ કંપનીની જાહેરાતો આપી રહ્યો છે? આ પ્રશ્નનો જવાબ પણ મળી રહ્યો નથી. કેમ કે અત્યાર સુધી અધિકારી દ્વારા આપવામાં આવેલી તમામ પત્રકારોને જાહેરાતોમાંથી એકપણ જાહેરાત પ્રકાશિત થઈ નથી.

અધિકારીના નજીકના એક વિશ્વસનિય સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, અધિકારી પોતાના કાળા કામ છૂપાવવા માટે પત્રકારોને ખુશ કરવા માટે જાહેરાતો આપી રહ્યા છે. ચોંકાવનારી માહિતી તો તે છે કે, આ અધિકારી 10-20 નહીં પરંતુ 150થી વધારે પત્રકારોને જાહેરાતો આપી રહ્યા છે.

આ અધિકારીને લઈને તપાસ થાય તે જરૂરી છે. ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં પાછલા કેટલાક સમયમાં એવા અનેક અધિકારીઓને સરકાર દ્વારા ઘરે બેસાડી દેવામાં આવ્યા છે, જેમના પાસે આવક કરતાં વધારે પ્રોપર્ટી મળી આવી છે. તેમના સામે ખાતાકીય તપાસ પણ ચાલી રહી છે, તેથી આજ નહીં તો કાલે તેમને જેલના સળીયા ગણવા પડી શકે છે. તેવામાં અમદાવાદના બહુમાળીના એક મોટા પદ્દ પર રહેલા ઇજનેરની સંમત્તિ વિશે તપાસ થાય તે જરૂરી છે.

તે ઉપરાંત તેમના નેજા હેઠળ થયેલા કામોનું પણ વિસ્તારપૂર્વક વિશ્લેષણ કરવામાં આવવું જોઈએ. કેમ કે, શંકાસ્પદ ગતિવિધીઓને ચલાવી લેવી જોઈએ નહીં. એસીબી પ્રતિદિવસ ભ્રષ્ટાચારી અધિકારીઓને પોતાના ફડચામાં લે છે. પરંતુ જ્યારે ક્લાસ વન અધિકારી ખુબ જ સારા મેનેજમેન્ટથી ભ્રષ્ટાચાર કરીને જનતાના પૈસા પોતાની તિજોરીમાં ભરીને પોતાની બેનામી મિલકત બનાવે છે તો તેના માટે ઇડી, ઇન્કમટેક્સ અને વિજિલન્સ જેવી એજન્સીઓને જાગૃત થવાની જરૂરત છે.

આગામી સમયમાં ગુજરાત ટાઇમ્સ24 બહુમાળીમાં બેસતા ઇજનેર અધિકારીના નામ અને તેમના કામ સહિતની અન્ય માહિતી સાથેનો રિપોર્ટ પ્રકાશિત કરશે. તે ઉપરાંત સરકારી એજન્સીઓને પણ તેના વિશે જાણ કરવામાં આવશે. કેમ કે કથિત રીતે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાની ગંધ આવી રહી છે. તેથી તેની યોગ્ય દિશામાં ખાતાકીય તપાસ થાય તે જરૂરી છે. વધું વાંચો આવતા અંકે…..