પાટણમાં સ્કોર્પિયો અને ટેમ્પો વચ્ચે અકસ્માત; બે લોકોના મોત

ઉત્તરાયણના તહેવારમાં પાટણના શંખેશ્વરમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. સીન-સપાટા કરવા સ્કોર્પિયોને પુર ઝડપે દોડાવીને બે લોકોના જીવ લઈ લેવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર ખુબ જ સ્પીડથી આવી રહેલી સ્કોર્પિઓ ગાડીએ રોંગસાઈડમાં આવી રહેલા ટેમ્પો ટ્રાવેલર સાથે ધડાકા સાથે અથડાઇ ગઈ હતી.

આ અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.

પાટણના શંખેશ્વરના જહાજ મંદિર નજીક ઓવરસ્પિડ સ્કોર્પિયો કાર ટેમ્પો ટ્રાવેલર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો સાથે કારની ટક્કર વાગતા કાર હવામાં ફંગોળાઈ હતી અને મંદિર આવેલા લોકોને કારે અડફેટે લીધા હતા. સમગ્ર ઘટનામાં મંદિર પર આવેલા લોકોમાં નાસભાગ મચી હતી.

અકસ્માતના આ બનાવમાં બે લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે બે લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. અકસ્માતમાં મૃતક અને ઈજાગ્રસ્ત શંખેશ્વરના હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.