ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે એલપીજી સિલિન્ડર પર સબસિડી વધીને 300 રૂપિયા થઈ

નવી દિલ્હી: થોડા દિવસો પહેલા રક્ષાબંધનના તહેવાર પર મોદી સરકારે ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત પર 200 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરી હતી.

બુધવારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ઉજ્જવલા યોજના હેઠળ આવરી લેવામાં આવેલા લાભાર્થીઓને 200 રૂપિયાની જગ્યાએ 300 રૂપિયાની સબસિડી મળશે. આ સબસિડીની જાહેરાત કરતી વખતે તેમણે કહ્યું કે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

હાલમાં ઉજ્જવલા યોજના હેઠળ દિલ્હીમાં LPG સિલિન્ડર 703 રૂપિયામાં ઉપલબ્ધ છે. લેટેસ્ટ ડિસ્કાઉન્ટ બાદ તેની કિંમત 603 રૂપિયા થશે.

આ પણ વાંચો- સત્તા’ને સવાલ કરો તો તમે દેશદ્રોહી; સ્તુતિ કરો તો દેશભક્ત !