સોશિયલ મીડિયા મેનેમેન્ટથી લઈ પર્સનાલિટી ડેવલપમેન્ટ સુધી, ચૂંટણી જીતવા નેતાઓ કંપનીઓને સોંપી રહ્યા છે કામો..

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે. તમામ પક્ષોએ ટિકિટો જાહેર કરવાનું શરુ કરી દીધું છે અને સમય ઓછો હોવાના કારણે નેતાઓ દરેક નાના-મોટા કામ માટે પ્રોફેશનલ્સની ભરતી કરી રહ્યા છે.

આ લોકો સોશિયલ મીડિયા મેનેજમેન્ટ, કન્ટેન્ટ રાઈટિંગ, બૂથ મેનેજમેન્ટ, ઈમેજ બિલ્ડિંગ જેવા વિવિધ કામો કરી રહ્યા છે. આ ચૂંટણીમાં નેતાઓ આ તમામ કામો માટે અલગ અળગ કંપનીઓને હાયર કરી રહ્યા છે અથવા તો એક જ કંપની દ્વારા તમામ કામ કરાવવામાં આવી રહ્યા છે.

છેલ્લા એક દાયકાથી રાજકીય વ્યૂહરચનાકાર તરીકે કામ કરી રહેલા નીતિન દ્વિવેદીએ એક મીડિયા સંસ્થાન સાથે વાતચીતમાં જણાવ્યું કે, હવે ડિજિટલ માર્કેટિંગ અને સોશિયલ મીડિયા મેનેજમેન્ટ પણ રાજકીય વ્યૂહરચનાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે. સેલિબ્રિટી, ખેલાડીઓ, નેતાઓ, કોર્પોરેટ કે સામાજિક સંસ્થાઓ બધાને જનસંપર્કની જરુ છે.

જોકે જનતાના મત મેળવવા માટે, નેતાઓ સતત સંપર્કમાં રહે છે અને તેમની છબીને સુધારા માટે તમામ શક્ય પ્રયાસો કરે છે, પરંતુ જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે તેઓ પ્રોફેશનલ્સને હાયર કરે છે. છેલ્લા એક દાયકાથી પક્ષો અને ઉમેદવારો તેમના સ્તરે વિવિધ પ્રકારના રણનીતિકારોની નિમણૂક કરી રહ્યા છે.

શિક્ષિત પ્રોફેશનલ યુવાનો અને કંપનીઓ તેમને આ કામમાં મદદ કરી રહી છે. જ્યારે ચૂંટણી નજીક હોય છે ત્યારે એક સાથે અનેક પ્રકારના કામ કરવામાં આવે છે. આ સ્થિતિમાં પ્રોફેશનલ્સ દરેક કાર્યને વધુ સારી રીતે કરવામાં સક્ષમ છે.

આ કામો માટે નેતાઓ પ્રોફેશનલ્સની મદદ લઈ રહ્યા છે

(1) મીડિયા મેનેજમેન્ટ કરવું. આમાં મુખ્યત્વે પ્રેસ કોન્ફરન્સ યોજવી અને પ્રેસ રીલિઝ બનાવવાનો સમાવેશ થાય છે.
(2) જો કોઈ વ્યક્તિ કે સંસ્થા સાથે કોઈ અપ્રિય પરિસ્થિતિ ઊભી થાય તો ઈમેજ સુધારવા માટે નવી વ્યૂહરચના બનાવો.
(3) વિપક્ષી લોકો દ્વારા પ્રતિભાવ આપવા અને ઈમેજને બગાડતા અટકાવવા.
(4) ચૂંટણી સમયે સર્વે કરાવવો.
(5) ઉમેદવારોની પસંદગીમાં પક્ષોને મદદ કરવી.
(6) બૂથ મેનેજમેન્ટ.
(7) માઈક્રો મેનેજમેન્ટ.
(8) મેન ટૂ મેન માર્કિંગ
(9) મેનિફેસ્ટો બનાવવો અને સામાન્ય લોકો સુધી યોજનાઓ વિશે અસરકારક રીતે માહિતી પહોંચાડવી.
(10) જનતા વચ્ચે ઉમેદવારનું વર્તન સુધારવા.
(11) સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચવું.
(12) અસરકારક ભાષણ આપવાની કળા વિકસાવવી.